Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબમાં AAP ઉમેદવારોની બીજી યાદીમાં 31 નામ:એક મંત્રી અને 7 ધારાસભ્યોની ટિકિટ કપાઈ; 2 સાંસદો વિધાનસભા ચૂંટણી લડશે

    3 दिन पहले

    પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. તેમાં 31 નામ છે. 2 સાંસદોને પણ ટિકિટ આપવામાં આવી છે. સંગરુરથી સાંસદ ગુરમીત સિંહ મીત હેયરને બરનાલાથી અને હોશિયારપુરથી સાંસદ ડૉ. રાજ કુમાર ચબ્બેવાલને ફગવાડાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલાં 31 ઑક્ટોબરે 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાં CM ભગવંત માન સહિત તમામ હાલના ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી હતી. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 71 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. 31 ઉમેદવારોની યાદી… 2 સાંસદોને ટિકિટ મળી સંગરુરથી સાંસદ ગુરમીત સિંહ મીત હેયરને બરનાલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે સાંસદ ડૉ. રાજ કુમાર ચબ્બેવાલને ફગવાડાથી ટિકિટ મળી છે. 5 મહિલાઓને ટિકિટ આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં પાંચ મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે. તેમાં શૂતરાણાથી વનિન્દર કૌર લૂંબા, જગરાઓથી હાલનાં ધારાસભ્ય સરબજીત કૌર માણૂકે, અબોહરથી ડૉ. સુહાની ડોડા, રાજા સાંસીથી સોનિયા માન અને ફિલ્લૌરથી હરજોત કૌર લોહટિયાનો સમાવેશ થાય છે. બીજી યાદીમાં એક હાલની મહિલા ધારાસભ્યને ફરીથી ટિકિટ આપવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    ટેક મહિન્દ્રાના પૂર્વ એશિયા હેડને ધડાધડ ગોળીઓ મારવાનો VIDEO:પાર્કિંગ વિવાગમાં હુમલાખોરે 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું, બચાવવા આવેલી મહિલાને કહ્યું- દિવાળી મુબારક વિધવા
    Next Article
    મહીસાગરમાં 372 લોકોને સરકારી યોજનાઓનો લાભ મળશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ; વિવિધ કાર્યક્રમો યોજાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment