Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક મહિન્દ્રાના પૂર્વ એશિયા હેડને ધડાધડ ગોળીઓ મારવાનો VIDEO:પાર્કિંગ વિવાગમાં હુમલાખોરે 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું, બચાવવા આવેલી મહિલાને કહ્યું- દિવાળી મુબારક વિધવા

    4 days ago

    હરિયાણામાં થયેલા ટેક મહિન્દ્રા કંપનીના પૂર્વ એશિયા હેડ પરમજીત ધનખડ (45) હત્યા કેસના સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. તેમાં આરોપી મોનૂ શર્મા પરમજીતને ઘરની અંદર અને બહાર ધડાધડ ગોળીઓ મારતો દેખાઈ રહ્યો છે. મોનૂએ ફરીદાબાદમાં ધનતેરસની રાત્રે પરમજીત પર એક પિસ્તોલથી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી 9 ગોળીઓ પરમજીતને વાગી હતી અને તેમનું મોત થયું હતું. ઘટના દરમિયાન ચીસો અને બૂમો સાંભળીને પરમજીતની બહેન તેમને બચાવવા માટે આવી હતી. આરોપીએ તેની સામે જ પિસ્તોલની મેગેઝિન બદલીને પરમજીત પર ફરીથી ગોળીઓ મારી હતી. ત્યારબાદ પરમજીતને ઉઠાવવા આવેલી તેમની બહેનને આરોપીએ પત્ની સમજીને કહ્યું- દિવાળી મુબારક વિધવા. પરમજીત મૂળ હિસારના રહેવાસી હતા અને સિંગાપોરની એક કંપનીમાં ચીફ ઑપરેટિંગ ઑફિસર (સીઓઓ) તરીકે કાર્યરત હતા. વિવાદ બાદ ફાયરિંગના PHOTOS… CCTVમાં શું દેખાયું અને બંનેની વાતચીત વાંચો… લગભગ 2 મિનિટના CCTV ફૂટેજ 6 નવેમ્બરની રાત્રે લગભગ 9 વાગ્યે આરોપી મોનુ શર્મા સેક્ટર 21Cમાં બિલ્ડિંગના ગેટ પર આવે છે અને પરમજીતને બોલાવવા લાગે છે. ત્યારબાદ પરમજીત પોતાના પુત્ર સાથે બહાર આવે છે. આ પછી બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ મોનુ ગોળીઓ મારી દે છે. બંને વચ્ચે શું વાતચીત થઈ મોનુ શર્મા- સાહેબ, ગાડી પાર્ક કરવાની છે. એક વાર નીચે આવી જાઓ. પરમજીત પુત્ર સાથે નીચે આવે છે, દરવાજો ખોલીને બહાર નીકળે છે. મોનુ શર્મા- ભાઈ, ભગવાનમાં વિશ્વાસ રાખો છો? તમે જોયું છે કે વિધવા શું હોય છે? પરમજીત- કામની વાત કહો. મોનુ શર્મા- મારે તમને એક વાત પૂછવી છે, વિધવા શું હોય છે? પરમજીત- આગળ કામની વાત કહો. મોનુ શર્મા- વિધવા શું હોય છે? પરમજીત- આગળ કામની વાત કહો. મોનુ શર્મા- ભૈયા, તમે 20 લોકો પાસેથી મારી ધોલાઈ કરીવી. પરમજીત- હાથ જોડીને, હું તમને એકદમ એક વાત કહી રહ્યો છું. મોનુ શર્મા- મારી સાથે પાછળ થઈને વાત કરો. પરમજીત- મેં તમને કોઈની પાસેથી મરાવ્યા નથી. મોનુ શર્મા- પરંતુ તમારા સાથીઓએ. પરમજીત- વાત કરો અથવા સીધી વાત કરો. મોનુ શર્મા- વાત જ નથી કરવી. પરમજીત- તો પછી વાત જ પૂરી થઈ ગઈ. પરમજીતનો પુત્ર શૌર્ય વચ્ચે બોલે છે, પરંતુ પરમજીત તેને વચ્ચે બોલવા બદલ ઠપકો આપે છે. મોનુ શર્મા- તારો બાપ કોણ છે, તે તું જાણે છે? (પરમજીતના પુત્રને) પરમજીત- અરે ભૈયા, રહેવા દો. મોનુ શર્મા- એક મિનિટ, અહીં આવો. ક્યાં જાય છે? પરમજીત- મારે વાતચીત જ નથી કરવી. કોઈ કામ હોય તો કહો. મોનુ ખિસ્સામાં લોડેડ પિસ્તોલ રાખીને આવ્યો હતો પરમજીતનો પુત્ર આરોપીને હાથ બતાવીને ચૂપ રહેવા માટે કહે છે. એટલામાં તે ખિસ્સામાં રાખેલી લોડેડ પિસ્તોલ કાઢીને પરમજીત પર ગોળીઓ મારવાનું શરૂ કરી દે છે. પિતાને ગોળીઓ વાગતી જોઈને પુત્ર શૌર્ય ત્યાંથી ભાગી જાય છે અને બૂમો પાડવા લાગે છે. પરમજીત જીવ બચાવવા માટે ભાગ્યો હતો પરમજીતને અંદર જ 4થી 5 ગોળીઓ વાગી ચૂકી હોય છે. તેમ છતાં તે પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની બહાર ભાગે છે. તે બહારનો ગેટ બંધ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગોળીઓ વાગવાને કારણે તેને બંધ કરી શકતો નથી. આ દરમિયાન મોનુ શર્મા ગાળો આપતાં તેના પર ગોળીઓ ચલાવે છે. ગોળીઓ વાગ્યા બાદ આરોપીને પકડીને નીચે પાડી દીધો પરમજીતને ગોળી વાગ્યા બાદ પણ તે મોનુ શર્માને પકડી લે છે અને તેની પાસેથી હથિયાર છીનવવાનો પ્રયાસ કરે છે. બંને જમીન પર નીચે પડી જાય છે, પરંતુ મોનુ શર્મા પોતાને તેનાથી છોડાવી લે છે. પિસ્તોલને ફરીથી લોડ કરીને ગોળી મારી આ દરમિયાન પરમજીતના પરિવારની એક મહિલા તેને બચાવવા માટે નીચે આવે છે. તે પરમજીતને ઉઠાવવાનો પ્રયાસ કરી રહી હોય છે. ત્યારે જ મોનુ શર્મા પરમજીત પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દે છે. પોલીસના જણાવ્યા મુજબ, તેને ઘરની બહાર 4 ગોળીઓ મારવામાં આવી હતી. વિધવા, દિવાળીની શુભેચ્છા પરમજીતને તેની બહેન લઈ જઈ રહી હોય છે. મોનૂને લાગે છે કે આ તેની પત્ની છે. તે તેની સામે જ ગોળીઓ માર્યા બાદ બોલે છો- દિવાળી મુબારક વિધવા. ત્યારબાદ તે ફરીથી પોતાની પિસ્તોલ લોડ કરે છે અને ચીસો પાડીને કહે છે કે આજે બધાને મારીને જ જઈશ. ત્યારબાદ તે ત્યાંથી ભાગી જાય છે. આરોપી મોનૂની પોલીસે ધરપકડ કરી હત્યાકાંડનો આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર 30ની ટીમ તેની પૂછપરછ કરીને પુરાવા ભેગા કરવામાં લાગી છે. પોલીસે અત્યાર સુધી આરોપી પાસેથી બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને 67 કારતૂસ જપ્ત કર્યા છે. આરોપીના કહેવા પર 6 કારતૂસવાળું એક મેગેઝિન પણ મળી આવ્યું છે. બંને પરિવારો વચ્ચે 4 વર્ષથી ઝઘડો ચાલતો હતો હિસાર રહેવાસી પરમજીત પરિવાર સાથે સેક્ટર-21Cની બિલ્ડિંગના પહેલા માળે રહેતા હતા. મોનૂ ત્રીજા માળે રહેતો હતો. તે સ્ક્રેપનો કારોબાર કરે છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારો વચ્ચે લગભગ ચાર વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. મોનૂ જ્યારે જર્મન શેફર્ડ કૂતરો લઈને આવ્યો હતો, ત્યારથી જ બોલાચાલી શરૂ થઈ હતી. આરોપ છે કે તેનો નોકર કૂતરાને પરમજીતના ઘરની સામે શૌચ કરાવતો હતો. આ બાબતે ઘણી વખત ઝઘડો થયો હતો. બાદમાં ગાડી પાર્ક કરવા અને પાર્કિંગની જગ્યા અંગે પણ વિવાદ વધતો ગયો. પાર્કિંગને લઈને પુત્રનો વિવાદ થયો પરમજીતના પુત્ર શૌર્ય અને મોનૂ વચ્ચે ધનતેરસની સવારે પાર્કિંગનો ગેટ તોડવા બાબતે વિવાદ થયો હતો. આરોપ છે કે મોનૂએ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ અનખીર ચોકીમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરમજીત જિમમાંથી સીધા ચોકી પહોંચ્યા હતા. મોનૂ શર્માએ પોલીસને જણાવ્યું કે ચોકીમાં પરમજીતના સાથીઓએ તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ તેણે રાત્રે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સોનાની ખરીદીમાં 30%નો ઉછાળો:ભાવ ઘટતાં જ દિવાળી-ધનતેરસ પર 72 હજાર કરોડનું ધૂમ વેચાણ, કુદરતી હીરાના વેચાણમાં રેકોર્ડબ્રેક 250%નો વધારો
    Next Article
    પંજાબમાં AAP ઉમેદવારોની બીજી યાદીમાં 31 નામ:એક મંત્રી અને 7 ધારાસભ્યોની ટિકિટ કપાઈ; 2 સાંસદો વિધાનસભા ચૂંટણી લડશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment