Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં 372 લોકોને સરકારી યોજનાઓનો લાભ મળશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ; વિવિધ કાર્યક્રમો યોજાશે

    3 days ago

    મહીસાગર જિલ્લામાં 12થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે. આ દરમિયાન 372 લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રમતગમતના કાર્યક્રમો પણ યોજાશે. આ આયોજન અંગે લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે ધારાસભ્ય ડો. કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. સપ્તાહનો હેતુ આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. દેશભરમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાય છે. વર્ષ 2021થી શરૂ થયેલી આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે આ વર્ષે 12થી 18 નવેમ્બર સુધી કાર્યક્રમો રાખ્યા છે. ડો. કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં 15 નવેમ્બરે 86 સ્થળોએ મુખ્ય કાર્યક્રમો યોજાશે. રાજ્યભરમાં 27,729 લાભાર્થીઓને કુલ 2,311 કરોડ રૂપિયાના વિકાસકાર્યો અને સહાયના લાભ અપાશે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોર એમ ત્રણેય વિધાનસભા વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે. જિલ્લામાં 126 લોકોને વન અધિકારપત્રો અને 155 લાભાર્થીઓને આવાસ યોજના હેઠળ 1.70 લાખ રૂપિયાની સહાય મળશે. આ ઉપરાંત 58 ખેડૂતોને મંડપ યોજના હેઠળ સહાય અને 30 નવપરિણીત આદિજાતિ મહિલાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજાર રૂપિયા અપાશે. તબેલા યોજના અને કાપડની દુકાન માટે પણ સહાય આપવામાં આવશે. સંતરામપુર મામલતદાર કચેરી ખાતે મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણ માટે ‘ઝોહર ટ્રાયબલ કાફે’ શરૂ કરાશે. સપ્તાહનું આ વિશેષ આકર્ષણ રહેશે. કાર્યક્રમો 13 નવેમ્બરે યુવા સંવાદ સંમેલનથી શરૂ થશે. 14 નવેમ્બરે પ્રતિમા સ્વચ્છતા અભિયાન અને દીપોત્સવ યોજાશે. 15 નવેમ્બરે શોભાયાત્રા અને જાહેરસભા થશે. 16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17 નવેમ્બરે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ અને 18 નવેમ્બરે મહિલા સંમેલન યોજાશે. પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પંજાબમાં AAP ઉમેદવારોની બીજી યાદીમાં 31 નામ:એક મંત્રી અને 7 ધારાસભ્યોની ટિકિટ કપાઈ; 2 સાંસદો વિધાનસભા ચૂંટણી લડશે
    Next Article
    બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ માધુપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:જામ્બુર ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment