Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ માધુપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:જામ્બુર ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે

    3 days ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં આગામી 15 નવેમ્બર, 2026 ના રોજ તાલાલા-જામવાળા રોડ પર આવેલા માધુપુર ગામની પટેલ સમાજવાડી ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને કાર્યક્રમની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડા જળ, જંગલ, જમીન અને આદિવાસી અસ્મિતાના પ્રતીક હતા, જેમના વિચારોને જનજન સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જામ્બુરમાં નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ અને પ્રતિભાઓનું સન્માન જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમ દરમિયાન વન અધિકાર અધિનિયમના અમલીકરણને વધુ વેગ આપવા જિલ્લાના 10 લાભાર્થીઓને વ્યક્તિગત આવાસ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જામ્બુર ગામ ખાતે નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાશે અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર તથા ઉચ્ચ હોદ્દા પર કાર્યરત સીદી આદિમજૂથની પ્રતિભાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. વનબંધુ કલ્યાણ યોજના, PM-JANMAN અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્રણ વર્ષમાં ₹ 15.22 કરોડના કુલ 85 વિકાસકામોને મળી મંજૂરી જિલ્લા કલેક્ટરે રજૂ કરેલા આંકડા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24 માં 25 કામો માટે ₹ 513.12 લાખ, વર્ષ 2024-25 માં 14 કામો માટે ₹ 583.80 લાખ અને વર્ષ 2025-26 માં 45 કામો માટે ₹ 425.61 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 85 વિકાસકામો માટે ₹ 1522.61 લાખ એટલે કે આશરે ₹ 15.22 કરોડની રકમ મંજૂર થઈ છે. યોજનાઓનો લાભ સાચા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે અને આદિવાસી સમાજ વિકાસની મુખ્યધારામાં આગળ વધે તેવો વહીવટી તંત્રનો સતત પ્રયાસ હોવાનું કલેક્ટરે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 372 લોકોને સરકારી યોજનાઓનો લાભ મળશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ; વિવિધ કાર્યક્રમો યોજાશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે:15 નવેમ્બરે રળોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ; PM-JANMAN હેઠળ 2,341 આવાસનું બાંધકામ પૂરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment