Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે:15 નવેમ્બરે રળોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ; PM-JANMAN હેઠળ 2,341 આવાસનું બાંધકામ પૂરું

    3 days ago

    જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે 15 નવેમ્બરે લીંબડી તાલુકાના રળોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર 2021થી દર વર્ષે 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવે છે. આ દિવસનો હેતુ આદિવાસી સમાજનો ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાનાયકોના યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં આદિવાસી સમાજનો વિકાસ પણ સામેલ છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, પીવાનું શુદ્ધ પાણી, વીજળી, રસ્તા અને સ્વચ્છતા જેવી સુવિધાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર PM-JANMAN યોજના તથા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) ચલાવે છે. PM-JANMAN યોજના હેઠળ લીંબડી તાલુકાનાં રાણાગઢ, નાની કઠેચી, રળોલ, પરાલી, પરનાળા, ગેડી, આણંદપર અને જસમતપર એમ આઠ ગામોમાં 2,874 આવાસ મંજૂર કરાયા છે. તેમાંથી 2,341 આવાસનું બાંધકામ પૂરું થયું છે અને બાકીનાં 533 આવાસનું કામ ચાલી રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં રૂ. 875 લાખના ખર્ચે 49 વિકાસ અને રોજગારલક્ષી કામો પૂરાં કરાયાં છે. આદિજાતિ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, સાયકલ સહાય સહિતની યોજનાઓ હેઠળ રૂ. 431.86 લાખની સહાય ચૂકવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ માધુપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:જામ્બુર ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે
    Next Article
    Nvidia CEO જેન્સનને એક નહીં બે-બે અફેર:મહિલા અધિકારી સાથે સંબંધોનો ખુલાસો, કંપનીમાંથી કાઢવાની તૈયારી; એલન મસ્કે ટીખળ કરતાં નોકરીની ‘ઓફર’ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment