Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં જળબંબાકારની સ્થિતિ પર AAPના તીખા પ્રહાર:3 વર્ષથી ડ્રેનેજ સફાઈ વિના 80 લાખ લોકો ભગવાન ભરોસે, 24 કલાકમાં 40થી વધુના મોત; કુદરતી આફત નહીં શાસકોનું પાપ છે

    3 दिन पहले

    તાજેતરમાં 6 અને 7 જુલાઈ 2026ના રોજ સુરત શહેરમાં પડેલા મુશળધાર વરસાદે સુરત મહાનગરપાલિકા (SMC) ની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. વરસાદ બંધ થયાના ચાર દિવસ બાદ પણ સોસાયટીઓ અને વેપારી મથકોના બેઝમેન્ટમાંથી પાણી ન ઓસરતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદ યોજીને શાસક પક્ષ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. ‘24 કલાકના વરસાદમાં 40થી વધુ મોત’: AAP આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે, સુરતમાં સર્જાયેલી આ ભયાનક સ્થિતિ કોઈ કુદરતી આપત્તિ નથી, પરંતુ શાસકોની અણઆવડત અને ભ્રષ્ટાચારના કારણે સર્જાયેલી માનવસર્જિત હોનારત છે. ખાડીઓમાં આવેલા પૂર અને વહીવટી તંત્રના મિસમેનેજમેન્ટના લીધે સુરતમાં 40 કરતાં પણ વધારે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માત્ર 24 કલાકના વરસાદમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવું એ સ્તબ્ધ કરનારી બાબત છે. પૂર અને પ્લેગ જેવી આફતો સામે હસતા મુખે લડનારી સુરતની ખમીરવંતી જનતા અને વેપારીઓની આંખોમાં આજે આંસુ અને આક્રોશ છે. 2006ના પૂરથી પણ શાસકો કંઈ ન શીખ્યા વર્ષ 2006માં સુરતમાં આવેલું ઐતિહાસિક પૂર ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે આવ્યું હતું. આપ નેતાઓએ જણાવ્યું કે, એ ઘટના બાદ આશા હતી કે શાસકો કોઈ પાઠ ભણશે અને નવી ટેક્નોલોજી તથા સુદ્રઢ સિટી પ્લાનિંગ સાથે આગળ વધશે, પરંતુ આટલા વર્ષોના એકહથ્થુ શાસન પછી પણ નેતાઓ કંઈ શીખ્યા નથી. જો આ વખતે પણ સ્થાનિક વરસાદની સાથે ઉપરવાસમાંથી પાણી છોડાયું હોત, તો સુરતની કેવી ભયાનક સ્થિતિ થાત તેની કલ્પના જ ધ્રુજાવી મૂકે તેવી છે. 20વર્ષથી કબાટોમાં ધૂળ ખાતા એક્સપર્ટ કમિટીના અહેવાલો વર્ષ 2006ના પૂર બાદ ફ્લડ ડિપાર્ટમેન્ટ, IIM અમદાવાદ અને વર્લ્ડ બેંક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિસ્તૃત સર્વે કરીને પૂર નિયંત્રણ માટે મહત્વના સૂચનો કરાયા હતા, જેની પર કોઈ જ નક્કર કામગીરી થઈ નથી. કચરો જાતે સાફ થઈ જશે તેવા ભ્રમમાં તંત્ર આપ નેતાઓએ મનપાના અધિકારીઓ સાથેની ચર્ચાનો હવાલો આપતા દાવો કર્યો છે કે, સુરતની સ્ટોર્મ ડ્રેનેજ લાઈનોની સફાઈ છેલ્લા ૩ વર્ષથી કરવામાં આવી જ નથી! મ્યુનિસિપલ શાસકો એવા ભ્રમમાં બેઠા હતા કે જ્યારે ભારે વરસાદ આવશે ત્યારે લાઈનોનો કચરો તેની જાતે જ સાફ થઈ જશે. ‘જ્યારે પ્રી-મોન્સૂન કામગીરી કરવાની હતી, ત્યારે નેતાઓની પદ મેળવવા ખેંચતાણ’ આપ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે ઉનાળા દરમિયાન ચોમાસા વહેલાની (પ્રી-મોન્સૂન) ગંભીર તૈયારીઓ કરવાની હતી, ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓ સંગઠનની ચૂંટણીઓ, મેયર પદ મેળવવા અને વિવિધ સમિતિઓમાં પોતાના માણસો ગોઠવવાની આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત હતા. 80 લાખથી વધુની વસ્તી ધરાવતા મહાનગરમાં જનતાની સુરક્ષાને નેવે મૂકવામાં આવી. છેલ્લા 20 વર્ષમાં પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવાને બદલે શાસકોએ કપાતની કીમતી જમીનોના વેપાર કરવામાં અને પોતાના માનીતા પ્રોજેક્ટ્સમાં કથિત ભ્રષ્ટાચાર કરીને માત્ર પૈસા બનાવવામાં જ રસ દાખવ્યો છે. ભાજપના 'ટ્રિપલ એન્જિન' અને ગ્રાન્ટ મુદ્દે પ્રહારો વર્ષ 2007માં જ્યારે સુરતમાંથી ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી, ત્યારથી લઈને આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા સુરત સાથે ઓરમાન વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ 'આપ' દ્વારા કરાયો છે. સુરતના હિસ્સાની અંદાજે 15,000 કરોડની ગ્રાન્ટમાંથી અત્યાર સુધીમાં માત્ર 6,500 કરોડ જેટલી જ રકમ ફાળવવામાં આવી છે, બાકીની રકમ રોકી રાખવામાં આવી છે. સુરતના શાસક પક્ષના ધારાસભ્યો કે સંસદસભ્યોએ ક્યારેય પણ વિધાનસભા કે સંસદમાં સુરતની જનતાના હકની ગ્રાન્ટ મેળવવા માટે અવાજ ઉઠાવ્યો નથી. સુરતમાં જે પણ વિકાસકાર્યો થાય છે, તે અહીંની જનતા દ્વારા ચૂકવવામાં આવતા ભારે વેરા (ટેક્સ) ની આવકમાંથી જ થાય છે. ફોટોગ્રાફી અને શો-બાજી બંધ કરો, 6 હજારની સહાય જનતાની મજાક પૂર ઓસર્યા બાદ શાસકોના વલણની તીખા શબ્દોમાં ટીકા કરતા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, આપત્તિના સમયે લોકોની પડખે રહેવાના બદલે નેતાઓ કોઈ મોગલ શહેનશાહની જેમ માત્ર ફોટોગ્રાફી અને 'શો-બાજી' કરવા માટે વિસ્તારોમાં ફરી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી 6-7 હજાર રૂપિયાની મામૂલી સહાય એ સુરતના સ્વાભિમાની વેપારીઓ અને નાગરિકોની મજાક સમાન છે. સુરતની જનતા પોતાના દમ પર બેઠી થવા સક્ષમ છે, તેમને આવી તકલાદી ભીખની નહીં પરંતુ જવાબદાર અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં અધૂરા ડિવાઈડરથી અકસ્માત, વૃદ્ધનું મોત:RTO કચેરી નજીક બાઈક સવાર ટ્રેલર નીચે કચડાયા
    Next Article
    રાજકોટમાં માત્ર 5 દિવસમાં દોઢ કરોડની વિજ ચોરી ઝડપાઈ:PGVCL ની 178 ટીમ 70 વિસ્તારોમાં ત્રાટકી, 3598 માંથી 364 જગ્યાએ ગેરરીતિ સામે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment