Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં માત્ર 5 દિવસમાં દોઢ કરોડની વિજ ચોરી ઝડપાઈ:PGVCL ની 178 ટીમ 70 વિસ્તારોમાં ત્રાટકી, 3598 માંથી 364 જગ્યાએ ગેરરીતિ સામે આવી

    2 days ago

    સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. દરમિયાન રાજકોટ શહેરમાંથી માત્ર પાંચ દિવસમાં જ દોઢ કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. શહેરના કાલાવડ રોડ, રૈયા રોડ, મોરબી રોડ, ભક્તિનગર સોસાયટી, કોઠારીયા રોડ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં 178 ટીમ ત્રાટકી હતી 4000 જેટલી જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન 364 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. જેથી રૂ.148.87 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ભર્યા બાદ ગ્રાહકોને પુનઃ વિજ જોડાણ આપવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલની રાજકોટ શહેર વર્તુળ કચેરીના નાયબ ઇજનેર દિવ્યેશ મહેતાએ જણાવ્યું હતું કે, અમે અમારી વડી કચેરીની સૂચનાથી તારીખ 6 જુલાઈથી 10 જુલાઈ સુધી, પાંચ દિવસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાવર ચોરી પકડવાની જે ચેકિંગની ઝુંબેશ અમે કરી છે અને એમાં ટોટલ અમે 1800 જેવા વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાંથી 364 વિજ કનેક્શનમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એની રકમની દ્રષ્ટિએ ગણીએ તો ટોટલ 147 લાખ જેવી પાવર ચોરી પકડવામાં આવી છે. એટલે કે ટોટલ દોઢ કરોડ રૂપિયા જેવી પાવર ચોરી પકડી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે પુજારા પ્લોટ, ભક્તિનગર સોસાયટી, ઠક્કરબાપા હરિજનવાસ, કાલાવડ રોડ, માધાપર ચોકડી જેવા અલગ અલગ ઘણા બધા વિસ્તારોને એમાં આવરી લેવામાં આવ્યા હતા.વીજ ચોરીમાં જે જે લોકો જે આસામીઓ પકડવામાં આવ્યા છે તેને દંડનીય રકમની આકારણીવાળા બિલ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને ઇસ્યુ કરવામાં બિલમાં જે રકમ ભરપાઈ થશે તેની નિયમ મુજબ જે કનેક્શન આપવાની કે રીકનેક્શનની કાર્યવાહી કરવામાં આવશે. અને જે લોકો દંડનીય રકમ નહીં ભરે એની સામે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. PGVCL ની રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા તા.6 થી 10 જુલાઈ દરમિયાન ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત આજી, પ્રહલાદ પ્લોટ, મોરબી રોડ, કોઠારીયા રોડ, માધાપર, બેડીનાકા, રૈયારોડ, પ્રદ્યુમન નગર, ઉદ્યોગનગર, વાવડી, ખોખડદળ, મવડી રોડ, મોટા મવા, કાલાવાડ રોડ વગેરે પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે શિવ પાર્ક, કર્મચારી સોસાયટી, હાઉસીંગ ક્વાર્ટર, વૃંદાવન સોસાયટી, પુનીતનગર સોસાયટી, મધુવન સોસાયટી, ન્યુ ભારત સોસાયટી, ખોડલ ચોક, ખોડલધામ-2, કોઠારીયા મેઈન રોડ, કણકોટ રોડ, કાલાવાડ રોડ, ન્યારી ડેમ રોડ, જંગલેશ્વર સોસાયટી શેરી નં.1 થી 10, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, પુજારા પ્લોટ વિસ્તાર, ભક્તિનગર સોસાયટી, માસ્તર સોસાયટી, પત્રકાર સોસાયટી, આનંદ બંગલા ચોક વિસ્તાર, ઠકરબાપા હરીજનવાસ, ભીલવાસ ચોક, માધવ વાટિકા, સુંદરમ સિટી, દિવાનપરા મેઈન રોડ, લાખાજીરાજ રોડ, કવિ નાનાલાલ માર્ગ, યદુનંદન સોસાયટી, નંદનવન સોસાયટી, ભગવતીપરા વિસ્તાર, મહેશનગર, સંજયનગર, કબીરવન મેઈન રોડ વગેરેમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 178 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 3598 જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં હતા. જે પૈકી 364 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.148.87 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં જળબંબાકારની સ્થિતિ પર AAPના તીખા પ્રહાર:3 વર્ષથી ડ્રેનેજ સફાઈ વિના 80 લાખ લોકો ભગવાન ભરોસે, 24 કલાકમાં 40થી વધુના મોત; કુદરતી આફત નહીં શાસકોનું પાપ છે
    Next Article
    LRD લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર:ઉમેદવારોને OMR રીચેકિંગની તક, 26 જુલાઈ સુધી કરી શકાશે અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment