Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા':થોડી જ વારમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મંચ ગજવશે, જનમેદની ઉમટી

    19 hours ago

    દાહોદ જિલ્લાના લીમખેડાના મોટાહાથીધરા ખાતે આજે રાજકીય માહોલ ચરમસીમાએ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હવે ગમે તે ક્ષણે સભાસ્થળે પહોંચી રહ્યા છે. આ વિસ્તારમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'ને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલિપેડ તૈયાર, નેતાઓના આગમનની ક્ષણો ગણાઈ રહી છે સભાસ્થળની બિલકુલ બાજુમાં તૈયાર કરવામાં આવેલા હેલિપેડ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. અત્યારે હેલિપેડ પર ગતિવિધિઓ તેજ બની છે, જે સંકેત આપે છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું હેલિકોપ્ટર થોડી જ મિનિટોમાં અહીં લેન્ડ થશે. સભાસ્થળે વિશાળ ડોમમાં જનમેદની ઉમટી પડી છે અને વાતાવરણ 'આપ'ના સૂત્રોચ્ચારોથી ગુંજી ઉઠ્યું છે. મંચ પર દિગ્ગજ નેતાઓનો જમાવડો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. મંચ પર ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહેલેથી જ પહોંચી ગયા છે. આ ઉપરાંત લોકપ્રિય ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી પણ જનસભામાં ઉપસ્થિત છે. સાથે જ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી માહોલ ગરમાવી રહ્યા છે. ચૂંટણીલક્ષી રણનીતિ આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે આક્રમક સંબોધન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારમાં જે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર કેજરીવાલના સંબોધન પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે 15 લાખની છેતરપિંડી કરી:26 ટન લોખંડના સળિયા માટે એડવાન્સ પેમેન્ટ લઈને સપ્લાય ન કરતા પોલીસ ફરિયાદ
    Next Article
    પાટડીના વર્ણીન્દ્રધામમાં 245 કિલો ચોકલેટનો અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન પર્વે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment