Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે 15 લાખની છેતરપિંડી કરી:26 ટન લોખંડના સળિયા માટે એડવાન્સ પેમેન્ટ લઈને સપ્લાય ન કરતા પોલીસ ફરિયાદ

    18 hours ago

    અમરેલી શહેરના એક કોન્ટ્રાક્ટર સાથે ₹15 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદના એક શખ્સે લોખંડના સળિયા ન આપીને આ છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મયંકભાઈ જયંતિભાઈ માંગરોળિયા, જેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે અમદાવાદના હિરેનભાઈ સખરેલિયા પાસેથી આશરે 26 ટન લોખંડના સળિયા મંગાવ્યા હતા. હિરેનભાઈ 'બાલાજી એન્ટરપ્રાઈઝ' નામની પેઢી ચલાવે છે. આ લોખંડ માટે મયંકભાઈએ હિરેનભાઈની પેઢીમાં એડવાન્સ પેટે કુલ ₹15,13,092 RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આરોપી હિરેનભાઈએ ન તો લોખંડના સળિયા મોકલ્યા કે ન તો રકમ પરત કરી. આ ઘટના બાદ મયંકભાઈ માંગરોળિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હિરેનભાઈ સખરેલિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    'મારા ભાઈઓનો ખ્યાલ રાખજો, મારી જિંદગી માટે હું જ જવાબદાર':આર્થિક ભીંસમાં કતારગામના હીરા વેપારીનો સુસાઈડ નોટ લખી આપઘાત, હીરા ઉદ્યોગના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું
    Next Article
    લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા':થોડી જ વારમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મંચ ગજવશે, જનમેદની ઉમટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment