Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારા ભાઈઓનો ખ્યાલ રાખજો, મારી જિંદગી માટે હું જ જવાબદાર':આર્થિક ભીંસમાં કતારગામના હીરા વેપારીનો સુસાઈડ નોટ લખી આપઘાત, હીરા ઉદ્યોગના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું

    1 day ago

    ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને વેપારીઓમાં આર્થિક તણાવને કારણે આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટનામાં કતારગામ વિસ્તારના એક 48 વર્ષીય હીરા વેપારીએ આર્થિક સંકડામણથી કંટાળી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. ઓફિસમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સુરતના કતારગામ સ્થિત નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ વિછુભાઈ જયાણી (ઉં.વ. 48) રામપુરા મેઇન રોડ પર પોતાની હીરાની ઓફિસ ધરાવતા હતા. મળતી માહિતી મુજબ આજે સવારના સમયે ધર્મેશભાઈએ પોતાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું શરીર ઝેરની અસરમાં આવી ગયું હતું અને ફરજ પરના ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સુસાઇડ નોટમાં ભાવુક અપીલ મહીધરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં ધર્મેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા લખ્યું હતું કે, હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. મારી જિંદગી માટે હું પોતે જ જવાબદાર છું. મારા ગયા પછી મારા ભાઈઓનો ખ્યાલ રાખજો. આર્થિક મુશ્કેલીઓથી હારી જઈને જીવન ટૂંકાવ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મેશભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. વ્યવસાયમાં ધાર્યું પરિણામ ન મળતા અથવા પૈસાની લેવડદેવડમાં ફસાઈ જવાને કારણે તેઓ માનસિક તણાવમાં હોવાનું અનુમાન છે. આ આર્થિક મુશ્કેલીઓથી હારી જઈને અંતે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી મહીધરપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે કે, આર્થિક સંકડામણ સિવાય અન્ય કોઈ દબાણ કે કારણ જવાબદાર છે કે કેમ. અન્ય એક વેપારીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં 21 વર્ષીય આશિષ રમેશભાઈ સરવૈયા પરિવાર સાથે રહેતો હતો અને હીરામાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. તેમના પિતા ડાયમંડ હોસ્પિટલમાં સફાઈ કામ કરે છે. ગઈકાલે બપોરે આશિષે ઘરે છતમાં લગાવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આશિષએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ અમરોલી જુનો કોસાડ રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મુકેશભાઇ ભીમાભાઇ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરી પત્ની તેમજ બે સંતાનનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે રાત્રે મુકેશભાઈએ ઘરે લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુકેશભાઈએ આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Nirav Modi case: How India secured his extradition, and what lies ahead for the fugitive diamond merchant
    Next Article
    અમરેલના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે 15 લાખની છેતરપિંડી કરી:26 ટન લોખંડના સળિયા માટે એડવાન્સ પેમેન્ટ લઈને સપ્લાય ન કરતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment