Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના વર્ણીન્દ્રધામમાં 245 કિલો ચોકલેટનો અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન પર્વે આયોજન

    21 hours ago

    પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને બ્રહ્મ મહોત્સવ પર્વે 245 કિલો ચોકલેટનો અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ખાસ ચોકલેટનો અન્નકૂટ મંદિરમાં દર્શનાર્થે આવતા બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આવતીકાલે, 245 કિલો મીઠાઈ, ફરસાણ અને ફાગવાનો ભવ્ય અન્નકૂટ યોજાશે. આ અન્નકૂટ સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. વર્ણીન્દ્રધામ મંદિર તેની અનેક વિશેષતાઓ માટે જાણીતું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણીનો પ્રવાહ અને નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નિત્ય નૌકાવિહાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં રથ, ઘોડા અને હાથી જેવા સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા નીકળે છે. નીલકંઠધામની જેમ વર્ણીન્દ્રપ્રભુને નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક પણ કરવામાં આવે છે. મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન ચાલે છે. આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા':થોડી જ વારમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મંચ ગજવશે, જનમેદની ઉમટી
    Next Article
    ઘોડદોડ રોડના બંગલામાં ત્રાટકનાર 'મોડેલ ગેંગ' ઝડપાઈ:પોશ વિસ્તારમાં મોપેડ પર ફરી તસ્કરી માટે બંધ ઘર શોધતા; આરોપી સામે 25 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment