Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતનાઓ જનસભાને સંબોધશે

    21 hours ago

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ગતરોજ અમરેલી બાદ આજે જામનગરમાં ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડ પાસે આ સભા યોજાશે. આ મહત્વપૂર્ણ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશેષ ઉપસ્થિત રહેશે. બંને નેતાઓ આજે જામનગરની જનતાને સંબોધિત કરશે અને આગામી ચૂંટણી માટે પક્ષનો પ્રચાર કરશે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીના ઉમેદવારો માટે સમર્થન મેળવવાનો અને મતદારોમાં ઉત્સાહ ભરવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ પ્રકાશ દોંગા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમરેલીમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટ છે, તમે ભાજપને 40 સીટ આપી. આનાથી વધારે પ્રેમ શું આપશો. પણ બદલામાં તમને ભાજપે શું આપ્યું? જે ભાજપને તમે 40 સીટ આપી તેજ તમને દંડા મારે છે. તેમજ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનાવો, ગુજરાતની દરેક મહિલાના એકાઉન્ટમાં 1-1 હજાર આવવાના શરૂ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    બાઇક આઇસર પાછળ ધડાકાભેર અથડાતા ચાલકનું મોત:ખેતીકામ કરતા 50 વર્ષીય આધેડનું પ્રાણપંખેરું ઊડ્યું, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    સુરત ગુરુકુલમાં ભક્તિ અને તપનો સંગમ:બ્રહ્મમહોત્સવમાં સાડા ત્રણ કરોડ મંત્રજપના હોમ સાથે હજારો હરિભક્તોએ કર્યા કઠિન ઉપવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment