Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુલમાં ભક્તિ અને તપનો સંગમ:બ્રહ્મમહોત્સવમાં સાડા ત્રણ કરોડ મંત્રજપના હોમ સાથે હજારો હરિભક્તોએ કર્યા કઠિન ઉપવાસ

    21 hours ago

    સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત 'બ્રહ્મમહોત્સવ' અંતર્ગત મહા વિષ્ણુયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે તેમ 'કળિયુગ કેવલ નામ આધારા'. વર્તમાન સમયમાં અલ્પ આયુષ્ય અને ઓછી શ્રદ્ધા ધરાવતા જીવો માટે મોક્ષ મેળવવાનું સૌથી સરળ સાધન ભગવત નામ છે. આ નામનો જાપ ભણેલા-અભણ કે અમીર-ગરીબ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. નિત્ય 3.5 કરોડ મંત્રજાપ અને વિષ્ણુયાગ સુરત ગુરુકુલ પરિવાર દ્વારા દરરોજ સ્વામિનારાયણ મહામંત્રના 3.5 કરોડ જાપ કરવામાં આવી રહ્યા છે. આ મંત્રજાપના દશાંશ હોમ નિમિત્તે આયોજિત યજ્ઞમાં સંતો, હરિભક્તો અને મહિલાઓએ યજ્ઞ નારાયણને આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનું અદભૂત તપ ભગવાન સ્વામિનારાયણના 245 માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે હજારો ભક્તોએ કઠિન તપસ્યા કરી છે. જેમાં 300 ભક્તોએ નકોરડા ઉપવાસ, 1200 ભક્તોએ રસાહાર, 5000 ભક્તોએ ફલાહાર અને 8000 ભક્તોએ એકટાણા કર્યા હતા. વિશેષ રૂપે, 75 થી વધુ ભાવિકોએ નવ દિવસ સુધી માત્ર ત્રણ કોળિયા ભોજન લઈને તપ કર્યું હતું. ભક્તિના આ માહોલમાં 13000 ભક્તોએ ઘરે પારણા બાંધી ઠાકોરજીને નવ દિવસ સુધી ઝુલાવી પદ પધરાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતનાઓ જનસભાને સંબોધશે
    Next Article
    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી 2026:કોંગ્રેસે 12 ઉમેદવારો જાહેર કર્યા, પ્રમુખે કહ્યું - સત્તા મળ્યે કૌભાંડીઓને જેલ ભેગા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment