Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓ શરૂ કરી:વલસાડમાં પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, સંગઠન વિસ્તાર પર ભાર

    1 day ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી છે. આ અંતર્ગત વલસાડ ખાતે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિધાનસભાથી લઈને બૂથ લેવલ સુધી સંગઠન વિસ્તારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારનું વિશાળ અભિયાન શરૂ : ગોપાલ રાય બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ગોપાલ રાયે જણાવ્યું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ પક્ષે 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ આયોજન શરૂ કરી દીધું છે. સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રદેશ સ્તરે ઉપપ્રમુખો અને પ્રદેશ સંગઠન મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે, જે હવે તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલિંગ સ્ટેશન અને બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બનાવવાના કાર્યમાં જોડાયા છે. વલસાડ લોકસભા વિસ્તારના પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં સંગઠન વિસ્તારની કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને આગામી સમયમાં કઈ રીતે વધુ અસરકારક રીતે કાર્ય કરવું તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ : ગોપાલ રાય આ દરમિયાન ગોપાલ રાયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતના અંતરિયાળ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. બીમાર લોકોને હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તા અને યોગ્ય વાહનવ્યવસ્થાનો અભાવ છે તેમજ સારી આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી લોકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારની ગેરંટી, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અને આદિવાસીઓને તેમના અધિકારો તથા સન્માન અપાવવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આમ આદમી પાર્ટી તે વિકલ્પ તરીકે ઝડપથી ઉભરી રહી છે : ગોપાલ રાય ગોપાલ રાયે વધુમાં દાવો કર્યો કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતની જનતા જે મૂળભૂત સુવિધાઓ માટે માંગ કરી રહી છે, તેને ભાજપ સરકારે અવગણી છે. હવે લોકો ભય અને ભ્રષ્ટાચારથી મુક્ત વિકલ્પ ઈચ્છી રહ્યા છે અને આમ આદમી પાર્ટી તે વિકલ્પ તરીકે ઝડપથી ઉભરી રહી છે. તેમણે તાજેતરના રાજકીય પરિણામોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિસાવદર પેટાચૂંટણીમાં જનતાએ ભાજપને હરાવીને ઇતિહાસ રચ્યો છે. નર્મદા જિલ્લામાં પણ ભાજપે સમગ્ર તાકાત લગાવી હોવા છતાં જનતાએ ભાજપને નકાર્યો છે. ગોપાલ રાયે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો વિસાવદર અને નર્મદાની જનતા પરિવર્તન લાવી શકે છે, તો સમગ્ર ગુજરાતની જનતા પણ સંગઠિત થઈને નવો રાજકીય વિકલ્પ પસંદ કરી શકે છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી રાજ્યભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવી ભાજપ સરકાર સામે વધુ સશક્ત લડત આપશે.
    Click here to Read More
    Previous Article
    મીઠાપુર હોસ્પિટલમાં બ્લડ ડોનેશન અને મલ્ટી ચેકઅપ કેમ્પ:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત, ગ્રામજનોએ લાભ લીધો
    Next Article
    કિયા સેલ્ટોસમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:શીલજ-થોળ રોડ પરથી 3.47 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગરો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment