Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિયા સેલ્ટોસમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:શીલજ-થોળ રોડ પરથી 3.47 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગરો ફરાર

    1 day ago

    ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે સાંતેજના શીલજ-થોળ રોડ પર આવેલ અરવિંદ અપલેન્ડ પાસે દરોડો પાડીને રૂ.3.47 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક કિયા સેલ્ટોસ ગાડી ઝડપી પાડી છે. જોકે પોલીસને જોઈને ગાડીમાં સવાર બે આરોપીઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. શીલજ-થોળ રોડ પર દારૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી ગાંધીનગર રેન્જ અને જિલ્લા સ્તરેથી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે આપવામાં આવેલી સૂચનાઓના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી બી વાળાની આગેવાનીમાં અલગ અલગ ટીમો ધ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરવામા આવ્યું છે.આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અઢાણા ગામની સીમમાં શીલજ-થોળ રોડ પર દારૂની હેરાફેરી થવાની છે. કિયા સેલ્ટોસમાં દારૂની હેરાફેરી ઝડપાઈ આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી એક સફેદ કિયા સેલ્ટોસ ગાડી (GJ-05-RE-8019) ને આંતરી હતી. જોકે અંધારાનો લાભ ઉઠાવી બે ઈસમો ગાડી રેઢિયાળ મુકીને નાસી જવામાં સફળ રહ્યાં હતા. 3.47 લાખની 59 પેટીઓ અને 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત ત્યારે તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયર મળી રૂ.3.470 લાખની કિંમતની કુલ 59 પેટીઓ મળી આવી હતી. જેના પગલે એલસીબીએ દારૂના જથ્થા સાથે 5 લાખની ગાડી મળીને કુલ 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    AAPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓ શરૂ કરી:વલસાડમાં પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, સંગઠન વિસ્તાર પર ભાર
    Next Article
    JCP પર હુમલો કરનાર કલીમને હોસ્પિટલથી રજા આપતા ધરપકડ કરાઈ:આરોપીએ છરી મારી ને શરદ સિંઘલે પગમાં ગોળી ધરબી હતી, હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment