Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JCP પર હુમલો કરનાર કલીમને હોસ્પિટલથી રજા આપતા ધરપકડ કરાઈ:આરોપીએ છરી મારી ને શરદ સિંઘલે પગમાં ગોળી ધરબી હતી, હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યાનો ખુલાસો

    1 day ago

    શહેરના ચંડોળા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે 4 હથિયાર સાથે ગુનેગાર કલીમ શેખની અટકાયત કરી હતી.આરોપીની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આરોપીએ છરી વડે જેસીપી શરદ સિંઘલ પર હુમલો કર્યો હતો. જેના વળતા પ્રહરના શરદ સિંઘલે કલીમના પગમાં ફાયરિંગ કરતા ગોળી વાગી હતી. અધિકારી અને આરોપી બંને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કલમને હોસ્પિટલથી 2 દિવસ બાદ રજા આપતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યો હતો.અહીંયા શું કરવાનો હતો તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. બીજા સમાચાર 5% વ્યાજે 30 હજાર લીધા ને 10.27 લાખ વસૂલ્યા વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગરમાં રહેતો 29 વર્ષીય યુવક બેંક રિકવરીની નોકરી કરે છે. છ માસ પહેલા તેને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર સંજય દેસાઇ પાસેથી રૂપિયા માંગ્યા હતા. સંજયે રોજના પાંચ ટકા વ્યાજે 30 હજારનું ધિરાણ કર્યુ હતું. જે બાદ વ્યાજની ચુકવણી માટે નાણાં ન હોવાનું જણાવતા સંજયે તે રકમની ડબલ ગણતરી કરીને વધુ નાણાં આપ્યા હતાં. ઝઘડા કરીને મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ સંજયે આ યુવકને પાંચ ટકા વ્યાજ નહિ આપે તો ડબલ વ્યાજ થશે તેવી શરત મૂકી હતી. જેથી ફરી વાર નાણાં લીધા બાદ યુવક વ્યાજ ન ભરી શક્તા સંજયે 3.19 લાખ મુડી બતાવતા મલયે અન્ય લોકો પાસેથી ઉછીના નાણાં લઇને 10.27 લાખ સંજયને વ્યાજ પેટે ચુકવ્યા હતા. છતાંય સંજયે વ્યાજની ઉઘરાણી કરીને ઝઘડા કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકાવીને વધુ 30 લાખની માગણી કરી હતી સંજયે આ ચક્કરમાંથી બહાર નીકળવા 30 લાખની માંગણી કરી હતી. સંજયે યુવકને આટલી રકમ ન આપે તો હાથ પગ તોડી નાખવાની ધમકી આપીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવકે સંજય દેસાઇ સામે ફરિયાદ આપતા વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કિયા સેલ્ટોસમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:શીલજ-થોળ રોડ પરથી 3.47 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગરો ફરાર
    Next Article
    Sonali Bendre Reveals How Cancer Treatment Changed Her Skincare Routine

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment