Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જિલ્લા પંચાયત માટે 'AAP'ની પ્રથમ યાદી જાહેર:ઉમેદવારોએ ખોરાસા બાલાજીના દર્શન કરી વિજયના નિર્ધાર સાથે પ્રચારના શ્રીગણેશ શરૂ કર્યા

    3 days ago

    ​ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ વાગવા માંડ્યા છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સત્તાવાર રીતે તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી, તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવા માટે મૂરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના કુલ 460 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની મહત્વની જિલ્લા પંચાયત સીટો માટે જ્યારે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, ત્યારે આ તમામ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નામ જાહેર થતાની સાથે જ તમામ ઉમેદવારોએ એકત્રિત થઈને ભક્તિભાવ સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાનું નક્કી કર્યું હતું. તિરુપતિ બાલાજીના મંદિરે શીશ ઝુકાવીને ચૂંટણીલક્ષી ગતિવિધિઓનો શુભારંભ કર્યો ​આ પરંપરાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ જાહેર થયેલા ઉમેદવારો પોતાના સમર્થકો અને પક્ષના પદાધિકારીઓ સાથે ખોરાસા ગામે આવેલા પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના મંદિરે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. અહીં પવિત્ર વાતાવરણમાં ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવીને તેઓએ પોતાની ચૂંટણીલક્ષી ગતિવિધિઓનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ઉમેદવારોએ ભગવાન પાસે આવનારા પાંચ વર્ષ દરમિયાન જનતાની સેવા કરવાની શક્તિ અને વિજય માટે પ્રાર્થના કરી હતી. 14-કોયલાણા જિલ્લા પંચાયત બેઠક પરથી હંસાબેન જીવાભાઈ મારડીયાની પસંદગી ​આ દરમિયાન કણઝા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પ્રવીણભાઈ વી. ચાવડાના પુત્રએ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પક્ષના શીર્ષ નેતૃત્વએ તેમના પિતા પ્રવીણભાઈ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ તેઓ આભારી છે. આ સાથે જ 14-કોયલાણા જિલ્લા પંચાયત બેઠક પરથી હંસાબેન જીવાભાઈ મારડીયાની પણ પસંદગી કરવામાં આવી છે. તેઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી વિજય મેળવશે અને આવનારા પાંચ વર્ષ સુધી જનતાના કામોને પ્રાથમિકતા આપીને વિસ્તારનો સર્વાંગી વિકાસ કરશે. તેમણે પક્ષના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. ‘આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે’ ​ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્તમાન ભ્રષ્ટાચારી શાસનમાં પ્રશ્નોની કોઈ અછત નથી, ઉલટાનું ક્યાં પ્રશ્ન નથી તે શોધવું મુશ્કેલ છે. ગામડાઓમાં રોડ-રસ્તાની ખરાબ હાલત, પીવાના પાણીની સમસ્યા અને પાયાની સુવિધાઓના અભાવ જેવા અનેક પ્રશ્નોથી જનતા પીડાઈ રહી છે. આમ આદમી પાર્ટી આ તમામ લોકપ્રશ્નોને વાચા આપશે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની નેમ સાથે જનતાની વચ્ચે જશે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આવતીકાલથી જ સઘન જનસંપર્ક અને પ્રચારની શરૂઆત બીજી તરફ, સાસણ બેઠકના ઉમેદવાર રાજેશભાઈ ઘૂસાભાઈ મકવાણાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા તેમને મળેલી આ તક બદલ તેઓ અત્યંત ગર્વ અનુભવે છે. તેઓએ પણ ખોરાસા બાલાજીના ચરણોમાં વંદન કરી ચૂંટણી જંગમાં કૂદી પડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજેશભાઈએ ઉમેર્યું હતું કે તેઓ આવતીકાલથી જ સઘન જનસંપર્ક અને પ્રચારની શરૂઆત કરી દેશે. તેઓ છેવાડાના માનવી સુધી પહોંચશે અને જનતાની જે પણ સમસ્યાઓ હશે તેનો નિકાલ કરવા માટે પૂરા પ્રયત્નો કરશે. આમ, જૂનાગઢમાં હવે રાજકીય માહોલ જામ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આશીર્વાદ અને આત્મવિશ્વાસ સાથે પ્રચારના મેદાનમાં ઝંપલાવી દીધું છે, જેના કારણે આગામી દિવસોમાં અહીંનો રાજકીય જંગ અત્યંત રસપ્રદ બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના રેલવે ગોડાઉનમાં કેબલના જથ્થામાં આગ લાગી:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    ગોધરા APMC ચેરમેન પદે માલવદીપસિંહ રાઉલજી બિનહરીફ:ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્રની વરણીથી સહકારી રાજકારણમાં ગરમાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment