Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના રેલવે ગોડાઉનમાં કેબલના જથ્થામાં આગ લાગી:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો

    5 days ago

    વલસાડના રેલવે ગોડાઉનમાં કેબલના જથ્થામાં આગ લાગી છે. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની 4 ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. વલસાડના રેલવે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલવે ગોડાઉનમાં મુકેલા કેબલ વાયરમાં આગ લાગી હતી. જેને પગલે રેલવેના અધિકારીઓ દોડતા થયા હતા. તેમજ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર ઓફિસર હાર્દિપસિંહ ગઢવીએ જણાવ્યું કે, આગની જાણ થતાં વલસાડ નગર પાલિકાની ફાયર વિભાગની 4 ટીમો આવી પહોંચી હતી. 15 મિનીટમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. બાજુમાં ગેસ લાઈન પસાર થઈ રહી હતી જ્યા ફાયરની એક ગાડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટસર્કિટ થવાના કારણે કેબલ વાયરમાં આગ લાગી હતી. હજુ થોડી વાર પહેલા જ આગ પર કાબૂ મેળવાયો છે અને તપાસ હજુ બાકી છે. બાજુમાં જ ગેસની લાઈન હતી પણ તેમા કઈ નુકસાન નથી થયું. કાઉન્સિલર હિતેશ ભંડારીએ જણાવ્યું કે, ફાયરની ટીમોએ ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લીધી હતી. આગનું કારણ તો હાલ કોઈ સામે આવ્યું નથી પરંતુ અહિં બાજુમાં પીવીસી પાઈપો અને ડ્રમો છે તેમાં કોઈ કારણોસર તણખલો ગયો હોય અને તેના કારણે આગ લાગી હોઈ શકે. જોકે, આગનું સ્વરૂપ વિકરાળ હતું
    Click here to Read More
    Previous Article
    ‘SRA project in Andheri for flouting pollution norms’: BMC seeks action
    Next Article
    જૂનાગઢ જિલ્લા પંચાયત માટે 'AAP'ની પ્રથમ યાદી જાહેર:ઉમેદવારોએ ખોરાસા બાલાજીના દર્શન કરી વિજયના નિર્ધાર સાથે પ્રચારના શ્રીગણેશ શરૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment