Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓ-ગ્રાહકો ત્રાહિમામ:વ્યારા APMC માર્કેટના મુખ્ય માર્ગ પર ગેસ્ટ હાઉસનું ગંદુ પાણી ફરી વળતા ભયંકર ગંદકી

    2 weeks ago

    વ્યારા નગરના હાર્દ સમાન અને સતત ધમધમતા એપીએમસી માર્કેટ વિસ્તારમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. માર્કેટની બિલકુલ બાજુમાં આવેલા એક ખાનગી ગેસ્ટ હાઉસમાંથી નીકળતું કેમિકલયુક્ત અને દૂષિત પાણી છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે. આ ગંદુ પાણી માર્કેટના મુખ્ય માર્ગ સહિત સ્થાનિક દુકાનોની બહાર જમા થતાં વેપારીઓ, ખરીદી કરવા આવતા ગ્રાહકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગંદા પાણીના સતત વહેણને કારણે સમગ્ર વેપાર ભવન પરિસર માથું ફાડી નાખે તેવી દુર્ગંધની લપેટમાં આવી ગયું છે. રોજબરોજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના પાકની આવક માટે અને ગ્રાહકો ખરીદી અર્થે અહીં આવે છે. પરંતુ ગેસ્ટ હાઉસની આ ન્યુસન્સ પ્રવૃત્તિને કારણે મુખ્ય રસ્તો કાદવ-કીચડમાં ફેરવાઈ ગયો છે. ગંદકીના સામ્રાજ્યને લીધે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી, જેના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર સીધી અને માઠી અસર પડી રહી છે. બેદરકાર સંચાલકો સામે કડક પગલાંની માંગણી સમસ્યા વધુ વિકરાળ બનતા એપીએમસી પ્રશાસન એક્શનમાં આવ્યું છે. માર્કેટ વહીવટી તંત્ર દ્વારા આ મામલે વ્યારા નગરપાલિકાને લેખિત તેમજ મૌખિકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો અને વેપારીઓએ એકસૂરે માંગ કરી છે કે, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા ગેસ્ટ હાઉસના સંચાલકો સામે કાયદાકીય સકંજો કસીને ગંદા પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અનાવાડામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો:અધિક માસની પૂનમે મહાઆરતી, પારણું ઝુલાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
    Next Article
    Dwarka Weather Update News | દ્વારકાના ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment