Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ તાલુકા પંચાયત પેટાચૂંટણી: ભાજપે AAP પાસેથી બેઠક આંચકી:રણછોડગઢ બેઠક પર ભાજપના ઉમેદવારનો 145 મતે વિજય

    8 hours ago

    હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ભરતભાઈ નંદેસરીયાએ આમ આદમી પાર્ટી પાસેથી આ બેઠક 145 મતોની સરસાઈથી આંચકી લીધી છે. આ બેઠક અગાઉ આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયાના માર્ગ અકસ્માતમાં અવસાન થવાને કારણે ખાલી પડી હતી. ગત જૂન મહિનામાં મોરબી-હળવદ હાઈવે પર થયેલા અકસ્માતમાં તેમની કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું નિધન થયું હતું. પ્રેમજીભાઈના અવસાન બાદ આ બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને મતદાન યોજાયું હતું. આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ઈવીએમમાં પડેલા મતોની ગણતરી પૂર્ણ થતાં જ ભાજપના ઉમેદવાર ભરતભાઈ નંદેસરીયાનો 145 મતે વિજય જાહેર કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PMએ લોકાર્પણ કરેલા બાયોડાયવર્સિટી પાર્કની સામે જ 'કચરાનો પહાડ':ભાસ્કરના ડ્રોન ઈન્વેસ્ટિગેશનમાં દેખાયો સ્વચ્છતામાં નંબર 1 સુરત પર 'કાળો ડાઘ'
    Next Article
    બોટાદમાં ગુરુપૂર્ણિમાના પર્વે સાધુ-સંતોનું સન્માન કરાયું:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ આશીર્વાદ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment