Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMએ લોકાર્પણ કરેલા બાયોડાયવર્સિટી પાર્કની સામે જ 'કચરાનો પહાડ':ભાસ્કરના ડ્રોન ઈન્વેસ્ટિગેશનમાં દેખાયો સ્વચ્છતામાં નંબર 1 સુરત પર 'કાળો ડાઘ'

    9 hours ago

    સ્વચ્છતામાં નંબર-1 મેળવનાર સુરત શહેરમાં 150 કરોડના ખર્ચે બનેલા એશિયાના સૌથી મોટા અર્બન ફોરેસ્ટ (બાયોડાયવર્સિટી પાર્ક) સામે જ 500 મીટર વિસ્તારમાં 'કચરાનો પહાડ' ખડકાઈ જતા સવાલો ઉઠ્યા છે.એક વર્ષ પહેલા જ પીએમ મોદીના હસ્તે આ પાર્કનું ઉદઘાટન કરાયું હતું. ભટારથી બમરોલી અને પાંડેસરાને જોડતી ખાડી નજીક પાલિકાની કોઈ અધિકૃત ડમ્પીંગ સાઈટે કે ડિસ્પોઝેબલ પોઈન્ટ ન હોવા છતા બેરોકટોક કચરાનો ઢગલો મોટો થઈ રહ્યો છે. ના ફક્ત કચરો પણ મૃત પશુઓનો પણ અહીં નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે અહીંથી લોકોએ પસાર થવું મુશ્કેલ બન્યું છે.ભાસ્કરે કરેલા ડ્રોન ઈન્વેસ્ટિગેશનમાં બાયોડાયવર્સિટી પાર્ક અને આસપાસના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ‘કચરાના ડુંગર’ની 3 તસવીર જુઓ 150 કરોડના ખર્ચે બનેલા બાયાડાયવર્સિટી પાર્ક સામે જ 'કચરાનો ડુંગર' સુરતના મધ્યમાં આવેલા ભટારથી બમરોલી અને પાંડેસરાને જોડતી ખાડી નજીક 150 કરોડના ખર્ચે એશિયાના સૌથી મોટા અર્બન ફોરેસ્ટ (બાયોડાયવર્સિટી પાર્ક)નું નિર્માણ કરાયેલું છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તપાસ કરી ત્યારે સુરત મહાનગરપાલિકા (SMC)ના આરોગ્ય અને સેનિટાઇઝેશન વિભાગની નિષ્ક્રિયતા અને બેદરકારી કેમેરામાં કેદ થઈ હતી.ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે, કઈ રીતે 87 હેક્ટરમાં ફેલાયેલા બાયોડાયવર્સિટી પાર્કની બિલકુલ સામે ખાડી કિનારે કચરાનો મોટો 'ડુંગર' બની ગયો છે. પાલિકાના દાવાઓ વચ્ચે ખુલ્લામાં પડેલો આ કચરો સ્થાનિક નાગરિકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ રહ્યો છે. આ વિસ્તારમાંથી દરરોજ 10,000થી વધુ લોકો પસાર થાય છે અને આસપાસ મોટી વસ્તી રહે છે, છતાં પણ આરોગ્ય વિભાગ આ સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે. કચરાની સાથે મૃત પશુઓનો પણ જાહેરમાં નિકાલ આ માત્ર સામાન્ય સુકા કે ભીના કચરાનો ઢગલો નથી, પરંતુ અહીં માનવતા અને પર્યાવરણ બંનેને શરમાવે તેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. દિવ્ય ભાસ્કરના કેમેરામાં 1 અત્યંત વિચલિત કરી દે તેવા દ્રશ્યો કેદ થયા હતા. અહીં ખુલ્લેઆમ મૃત પશુઓને ફેંકી દેવામાં આવે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.એટલું જ નહીં, કેમેરામાં સ્પષ્ટ દેખાયું કે 1 ટેમ્પોમાંથી મૃત પશુને લાવવામાં આવે છે અને ત્યાં હાજર 1 શખ્સ પોતાના હાથમાં મોટું ધારદાર ચપ્પુ લઈને તે મૃત પશુના શરીર પરથી કંઈક કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાહનચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું રોડની બિલકુલ અડીને જ કચરાનો આ પહાડ આવેલો છે. પાલિકા કે કોન્ટ્રાક્ટર દ્વારા કચરો રોડ પર ન આવે તે માટે કેટલીક જગ્યાએ પતરાં મારવામાં આવ્યા છે, પરંતુ 80% જગ્યાએથી આ પતરાં તૂટી ગયા છે અથવા ગાયબ છે. પરિણામે, પવન આવે ત્યારે અથવા કચરો ધસી પડવાથી સીધો ચાલુ રોડે વાહનચાલકો પર અને તેમના વાહનો પર પડે છે. આ કચરાના પહાડની બિલકુલ બાજુમાં જ ગરીબ પરિવારોની ઝૂંપડપટ્ટી આવેલી છે. અહીં 100 થી વધુ નાના બાળકો અને વૃદ્ધો રહે છે. કચરામાંથી નીકળતું ઝેરી પાણી અને મચ્છરોનો ઉપદ્રવ અહીંના રહેવાસીઓમાં ગંભીર બીમારીઓ ફેલાવી રહ્યો છે. દંડ ફટકારી સંતોષ માનતી સુરત મનપા આ સમગ્ર મામલે 'દિવ્ય ભાસ્કર' દ્વારા પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી કિંજલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, "આ જગ્યા પર પાલિકાની કોઈ જ અધિકૃત ડમ્પિંગ સાઇટ નથી. આસપાસ નજીકમાં મોટો ઓદ્યોગિક વિસ્તાર આવેલો છે, જેના કારણે કેટલાક અસામાજિક તત્વો અને લોકલ લોકો રાત્રિના કે છાનામાના આવીને અહીં કચરો નાખી જાય છે. ભૂતકાળમાં પાલિકા દ્વારા અહીં કચરો નાખનારાઓ સામે 1 થી વધુ વાર દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને જાહેર ચેતવણી આપતી નોટિસ પણ લગાડવામાં આવી છે." જોકે, અધિકારીના આ નિવેદન સામે સ્થાનિકોનો આક્રોશ છે કે જો નોટિસ લગાવાઈ છે તો કચરાનો પહાડ દિવસેને દિવસે મોટો કેમ થઈ રહ્યો છે? સ્વચ્છતા સર્વેક્ષણ પહેલા જ પર્યાવરણીય કાયદા (SWM Rules, 2016)ના ધજાગરા એકતરફ સુરત શહેર ફરી એકવાર સ્વચ્છ સર્વેક્ષણ માં ટોપ રેન્ક મેળવવા માટે તૈયારીઓ કરી રહ્યું છે, તો બીજી તરફ ભટાર-બમરોલી રોડ પર Solid Waste Management Rules, 2016 (SWM Rules, 2016) અને Environment Protection Actનું સીધું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. કાયદા મુજબ ખુલ્લામાં કોઈપણ પ્રકારનો અનકંટ્રોલ્ડ કચરો કે મૃત પશુઓ ફેંકવા એ ગંભીર અપરાધ છે. National Green Tribunal (NGT)ના આદેશ મુજબ આવા Legacy Wasteનો તાત્કાલિક "Bio-mining" અને "Bio-remediation" પદ્ધતિથી વૈજ્ઞાનિક નિકાલ કરવો ફરજિયાત છે. પર્યાવરણની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચી બાયોડાયવર્સિટી પાર્ક બનાવાયો પરંતુ તેની સામે જ પર્યાવરણના કાયદાના ધજાગરા ઊડી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ-બસ ડ્રાઈવરના ઘરે 28 કરોડ રોકડ, 15 કિલો સોનું મળ્યું:બંગાળમાં નોટો ગણતા ગણતા 5 મશીનો બગડી ગયા, આરોપીના સંબંધીનો પૂર્વ TMC નેતા સાથે સંબંધ; ધરપકડ
    Next Article
    હળવદ તાલુકા પંચાયત પેટાચૂંટણી: ભાજપે AAP પાસેથી બેઠક આંચકી:રણછોડગઢ બેઠક પર ભાજપના ઉમેદવારનો 145 મતે વિજય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment