Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં AAA ગ્રુપે ઠંડા પાણીની પરબ શરૂ કરી:121 દિવસ સુધી ચાલશે સેવા, જીવદયા અંતર્ગત 300 કુંડાનું વિતરણ

    3 days ago

    સુરેન્દ્રનગરમાં 'અજરામર એક્ટિવ અસોર્ટ (AAA)' ગ્રુપ દ્વારા ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને 'ઠંડા પાણીની પરબ' સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા 121 દિવસ સુધી અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સેવા દ્વારા શહેરના જરૂરિયાતમંદ વિસ્તારો અને રાહદારીઓને ઠંડું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરરોજ અંદાજે 90 થી 100 ઠંડા પાણીના જગ દ્વારા હજારો લોકોને તરસથી રાહત આપવામાં આવી રહી છે. સંસ્થા 'જળ સેવા એજ પ્રભુ સેવા' અને 'Give a little help a lot' ના સૂત્ર સાથે કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા માનવતાના કાર્યરૂપે આશરે 1500 લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. જીવદયા અંતર્ગત લગભગ 300 કુંડા (પક્ષીઓ માટે પાણીના પાત્રો)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને સેવાભાવી કાર્યકરોનો સંસ્થાના હોદ્દેદારો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારની નિઃસ્વાર્થ કામગીરીથી સુરેન્દ્રનગરમાં માનવતાની સુવાસ ફેલાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં યુવાનો પર ફાયરિંગ-હુમલો: 6 આરોપી ઝડપાયા:દેશી કટ્ટા, જીવતા કાર્ટીસ, કાર સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    7 બાળકના પિતા મૌલવી પર કાળાજાદુ-ધર્મપરિવર્તનની કોશિષ અને દુષ્કર્મનો આક્ષેપ:કેનેડિયન નાગરિક આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી, રૂમમાંથી વાયગ્રા ટેબલેટ મળી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment