Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ શરૂ:હાઈકોર્ટના A4 પરિપત્રનો વિરોધ, સુપ્રીમ કોર્ટમાં પડકારવાની ચીમકી

    12 hours ago

    ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 ઓગસ્ટ, 2026થી તમામ કોર્ટ દસ્તાવેજો A4 સાઈઝમાં રજૂ કરવાના પરિપત્રના વિરોધમાં પાટણ જિલ્લાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. વકીલોએ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે અને જરૂર પડ્યે આ સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની ચીમકી ઉચ્ચારી છે. રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના પરિપત્ર મુજબ 1 ઓગસ્ટ, 2026થી કોર્ટમાં રજૂ થતા તમામ કાગળો, અરજીઓ, પિટિશનો અને આરોપીઓની મુદત અરજીઓ A4 સાઈઝમાં ટાઈપ તથા પ્રિન્ટ કરીને આપવી ફરજિયાત બનશે. આ નિર્ણયનો સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળો દ્વારા વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે પાટણ જિલ્લાના વકીલોએ પણ હડતાલનો ઠરાવ કર્યો છે. આર. ડી. દેસાઈએ વધુમાં ઉમેર્યું કે, સામાન્ય પ્રિન્ટેડ અરજીઓ સામે વાંધો નથી, પરંતુ આરોપીની સામાન્ય મુદત અરજી માટે પણ ટાઈપિંગ અને પ્રિન્ટિંગ ફરજિયાત બનતા જુનિયર વકીલોને આર્થિક અને વ્યવહારિક નુકસાન થઈ રહ્યું છે. તેમને નાના કામ માટે પણ પ્રિન્ટિંગ કરાવવા કલાકો સુધી રાહ જોવી પડે છે, જેનાથી સમય અને નાણાંનો વ્યય થાય છે. વકીલ પંકજ વેલાણીએ જણાવ્યું હતું કે, આ પરિપત્રથી માત્ર વકીલો જ નહીં, પરંતુ અરજદારો અને ગરીબ પ્રજાને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય મુદત અરજી માટે પણ 50 રૂપિયા કે તેથી વધુ ખર્ચ કરવો પડતો હોવાથી ગરીબ અરજદારો પર બોજ વધે છે. તેમણે ઉમેર્યું કે આ પરિપત્ર બંધારણ હેઠળ મળતા સરળ, સસ્તા અને સમાન ન્યાયના સિદ્ધાંતથી વિપરીત છે. કોઈ પણ સર્ક્યુલર કાયદાનું સ્થાન લઈ શકે નહીં. વેલાણીએ ચેતવણી આપી હતી કે જો આ પરિપત્ર પર પુનઃવિચાર કરવામાં નહીં આવે, તો તેને ગેરબંધારણીય ઠરાવવા માટે ભારતીય બંધારણના આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઘરકંકાસમાં પિતાએ બાળકીને સાથે લઈ એસિડ ગટગટાવ્યું:માસુમને છાંટા ઉડતા આંખ- મોઢાના ભાગે દાઝી, ડૉક્ટરો દ્રષ્ટિ બચાવવાના પ્રયાસમાં
    Next Article
    ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો:વસ્ત્રાલમાં સપ્તાહથી ગટર બેક મારતાં ગંદાં પાણી ભરાતાં રહીશોને આરોગ્ય જોખમાવાનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment