Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરકંકાસમાં પિતાએ બાળકીને સાથે લઈ એસિડ ગટગટાવ્યું:માસુમને છાંટા ઉડતા આંખ- મોઢાના ભાગે દાઝી, ડૉક્ટરો દ્રષ્ટિ બચાવવાના પ્રયાસમાં

    11 hours ago

    સુરતના ભટાર વિસ્તારમાં કૌટુંબિક કલેશ અને ઘરકંકાસના કારણે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પત્ની સાથે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ઝઘડાથી કંટાળીને ફર્નિચરનું કામ કરતા યુવકે પોતાની 1 વર્ષની માસૂમ દીકરીને સાથે રાખીને એસિડ પીઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એસિડના છાંટા ઊડતાં માસૂમ બાળકી મોં અને આંખના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. બાળકીની રોશની બચાવવા તબીબોના પ્રયાસો ઘટના બાદ ઈજાગ્રસ્ત પિતા અને માસૂમ બાળકીને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એસિડના કારણે 1 વર્ષની દીકરીની એક આંખ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. બાળકીની દ્રષ્ટિ (રોશની) બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલના તબીબોની વિશેષ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર અને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આપઘાતનો પ્રયાસ કરનાર પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 3 દિવસના ગૃહકલેશ બાદ આવેશમાં આવી પગલું ભર્યું પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ફર્નિચરનું કામ કરતો યુવક છેલ્લા ત્રણ દિવસથી પતિ-પત્ની વચ્ચે થતા સતત ઝઘડાથી ભારે માનસિક તણાવમાં હતો. મોડી સાંજે તે આવેશમાં આવીને પોતાની માસૂમ દીકરીને સાથે લઈ ઘરની બહાર નીકળ્યો હતો અને એસિડ ગટગટાવી લીધું હતું. ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી આ કરુણ ઘટના અંગે જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પરિવારજનો તથા આસપાસના લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગૃહકલેશના કારણે સર્જાયેલી આ ઘટનાથી સમગ્ર ભટાર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ધોકા સાથે આવેલા ABVPના કાર્યકરોએ વિદ્યાર્થીને ફટકાર્યો, VIDEO:માથું દીવાલ સાથે અથડાતાં લોહીલુહાણ, 3 ટાંકા આવ્યાં; ગુજરાત કોલેજમાં જૂની અદાવતે ધીંગાણુ
    Next Article
    પાટણમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ શરૂ:હાઈકોર્ટના A4 પરિપત્રનો વિરોધ, સુપ્રીમ કોર્ટમાં પડકારવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment