Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો:વસ્ત્રાલમાં સપ્તાહથી ગટર બેક મારતાં ગંદાં પાણી ભરાતાં રહીશોને આરોગ્ય જોખમાવાનો ભય

    20 hours ago

    શહેરમાં પૂર્વ વિસ્તારના ઘણા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે જ લોકોને વલખાં મારવાની નોબત આવી છે. ખાસ કરીને પૂર્વના ડેવલપ વિસ્તાર તરીકે ઓળખાતા વસ્ત્રાલમાં જ ગટરની સમસ્યાને લઈને લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કામધેનુ પાર્ક નજીક છેલ્લા એક સપ્તાહથી સતત ગટર ઉભરાતા તેના ગંદા પાણી રોડ પર ભરાતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના લીધે આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. તેમાં પણ ઘણી વખત લોકો ઓનલાઈન ફરિયાદો કરે તો સમસ્યાના ઉકેલ વિના જ ફરિયાદ બંધ કરી દેવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરના વસ્ત્રાલ રોડ પર કામધેનુ પાર્ક સોસાયટીથી કૃષ્ણકુંજ સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા એક સપ્તાહથી ગટરના ગંદા પાણી ઊભરાઈને રોડ પર ફરી વળતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે સ્થળે એએમસીનું જળ વિતરણ કેન્દ્ર તેમજ નવી ઓવરહેડ પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે જ મુખ્ય માર્ગ પર ગટરની ચેમ્બરોમાંથી સતત ગંદા પાણી બહાર આવી રહ્યા છે. પરિણામે સમગ્ર માર્ગ પર અનેક જગ્યાએ ગંદા પાણી ફરી વળ્યા છે અને વગર વરસાદે જાણે વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. રોડ પર ફેલાયેલા ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવાની ફરજ પડતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગટરના અસહ્ય દુર્ગંધને કારણે આસપાસની સોસાયટીઓના રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે મ્યુનિ.ના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. મ્યુનિ દ્વારા તાત્કાલિક ગટરલાઇનની તપાસ કરીને ઊભરાતાં ગંદા પાણી બંધ કરવા, માર્ગની સફાઈ કરાવવા તેમજ કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા લોકમાંગ ઊઠી છે. જેથી રહિશો અને વાહનચાલકોને દુર્ગંધ અને ગંદકીમાંથી રાહત મળી શકે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ શરૂ:હાઈકોર્ટના A4 પરિપત્રનો વિરોધ, સુપ્રીમ કોર્ટમાં પડકારવાની ચીમકી
    Next Article
    Amar Ujala Bulletin 7 July: Sanju Out, Vaibhav In? IND vs ZIM Squad | UP Rain Alert | Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment