Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ત્રણ વાહનમાંથી 9924 દારૂની બોટલ જપ્ત:57.43 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો, પાંચની શોધખોળ

    2 days ago

    મોરબી પોલીસે ગુલાબનગર વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જુદા જુદા ત્રણ વાહનમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ 57.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય પાંચ શખ્સોની શોધખોળ ચાલી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.સી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે ગુલાબનગર વિસ્તારમાં ખાનગી વાહનોમાં દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે, પોલીસે મોરબીના બાયપાસ રોડ પર આવેલ ગુલાબનગર શેરી નંબર 1 માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે સ્થળ પરથી ત્રણ શંકાસ્પદ વાહનો શોધી કાઢ્યા હતા. જેમાં કેરી ગાડી નંબર GJ 3 BZ 1336, કેરી ગાડી નંબર GJ 3 BZ 5747 અને બોલેરો ગાડી નંબર GJ 36 V 0323 નો સમાવેશ થાય છે. આ વાહનોને લીલા કલરના કંતાનથી ઢાંકીને રાખવામાં આવ્યા હતા. વાહનોની તલાશી લેતા તેમાંથી કુલ 9924 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 50,38,800 રૂપિયા આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 7 લાખ રૂપિયાની કિંમતના ત્રણ વાહનો અને 5000 રૂપિયાનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, કુલ 57,43,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના (ઉંમર 19, રહે. ગુલાબનગર શેરી નંબર 1, મોરબી) ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં, મુસ્તકિમે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (રહે. તુલસી પાર્ક, મોરબી), દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા (રહે. તુલસી પાર્ક, મોરબી), ઓમાન અશરફભાઈ ધારાણી (રહે. ખોજા સોસાયટી, લાયન્સ નગર, મોરબી), યુવરાજસિંહ અનુપસિંહ ડોડીયા (રહે. વજેપર, મોરબી) અને ભીમશી કોળી (રહે. કાગદડી, તા. રાજકોટ) ના નામ આપ્યા હતા. પોલીસે કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા પાંચ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ SOGએ હડદડમાંથી 1 કિલો ગાંજો ઝડપ્યો:રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો, વેચનાર-ખરીદનારની ધરપકડ
    Next Article
    હિંમતનગર: હાથમતી નદી કિનારે 5 ઓરડીઓ ધરાશાયી:કમોસમી વરસાદથી માટી ધોવાતા મકાનો પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment