Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંત હિરેન ચૌહાણે પાલિકાનો ચાર્જ સંભાળ્યો‎:પાટણ પાલિકામાં 99 વર્ષમાં‎ 8મી વાર વહીવટદાર શાસન‎

    2 days ago

    પાટણ પાલિકાના 1927માં પ્રથમ પ્રમુખ છોટાલાલ કિલાચંદ શેઠના સમયથી શરૂ થયેલી પાટણ પાલિકાની સફરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. 1927થી 2021 સુધીમાં કુલ 7 વખત લોકશાહી ઢબે ચૂંટાયેલી પાંખના સ્થાને વહીવટદારોએ શાસન કર્યું છે. ખાસ કરીને 1993થી 1995નો સમયગાળો પાલિકા માટે સૌથી અસ્થિર રહ્યો હતો, જેમાં અંદાજે સવા વર્ષના ટૂંકા ગાળામાં જ 4 જેટલા વહીવટદારો બદલાયા હતા. ત્યારે સોમવારે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પાંચ વર્ષનું સત્ર પૂર્ણ થતા આઠમી વાર વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે. પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણએ પાટણ પાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જે આગામી મે-2026માં નગરપાલિકાની 44 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાયા બાદ નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની રચના ન થાય ત્યાં સુધી પાલિકાનો તમામ મર્યાદિત વહીવટ વહીવટદાર હસ્તક રહેશે. આમ, આગામી બે મહિના સુધી પાટણના વિકાસકાર્યો અને વહીવટી નિર્ણયો પર સરકારી મહોર વાગશે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી પાસે નગરપાલિકાની કારોબારી અને સામાન્ય સભા બંનેની સત્તાઓ તેમની પાસે હોય છે. ચાર રસ્તા થી ડીસા હાઈવે ઉપર સિટીના ભાગમાં સ્વચ્છતા કરવા સૂચના આપી હતી એ સૂચના નું અમલવારી કરી કામગીરી હાથ ધરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    માત્ર 100ના ટોકન દરે વ્હીલચેર, બેડ અપાશે:જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનો રાહત દરે વિતરણ કરાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:આંતરડાની ગાંઠ દૂર કરતી સર્જરી વધુ સુરક્ષિત બનાવતી હાઇડ્રોજેલ બાયોમટિરિયલ ટેકનોલોજી વિકસાવાઇ,જેથી કેન્સરનું જોખમ ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment