Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:આંતરડાની ગાંઠ દૂર કરતી સર્જરી વધુ સુરક્ષિત બનાવતી હાઇડ્રોજેલ બાયોમટિરિયલ ટેકનોલોજી વિકસાવાઇ,જેથી કેન્સરનું જોખમ ઘટશે

    3 days ago

    કેન્સર બનવાની શક્યતા ધરાવતી આંતરડાની ગાંઠ દૂરબીન પદ્ધતિથી દૂર કરતી સર્જરી વધુ સુરક્ષિત અને ચોકસાઈયુક્ત બને તે માટે મહેસાણાના યુવા વૈજ્ઞાનિકે હાઇડ્રોજેલ આધારિત નવી બાયોમટિરિયલ ટેકનોલોજી વિકસાવી છે. આ સંશોધન માટે આઈઆઈટી ગાંધીનગરના પીએચડી રિસર્ચ સ્કોલર હર્ષિલ દવે ને “વિક્રમ સારાભાઈ પુરસ્કાર 2026 – યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં વિકસાવાયેલ હાઇડ્રોજેલ આધારિત પદાર્થ આંતરડામાં થતી કોલોરેક્ટલ પોલિપ (કેન્સરમાં પરિવર્તિત થવાની શક્યતા ધરાવતી ગાંઠ)ને દૂરબીન પદ્ધતિથી સલામત રીતે દૂર કરવામાં મદદરૂપ બને છે. ઘણી વખત આવી ગાંઠ સમયસર દૂર ન કરવામાં આવે તો તે આગળ જઈને કેન્સરમાં બદલાઈ શકે છે. પરંપરાગત રીતે એન્ડોસ્કોપિક સર્જરી દરમિયાન ગાંઠની નીચે saline અથવા dextrose દ્રાવણ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી ગાંઠ થોડું ઊંચી થઈ જાય અને તેને કાપવામાં સરળતા રહે. પરંતુ આ પ્રવાહી ઝડપથી શોષાઈ જવાથી બનેલું કૂશન લાંબા સમય સુધી ટકતું નથી. આ સમસ્યાના ઉકેલ તરીકે વિકસાવાયેલ હાઇડ્રોજેલ ગાંઠની નીચે વધુ સ્થિર અને લાંબા સમય સુધી ટકતું કૂશન બનાવે છે. તેની મદદથી સર્જન ગાંઠને વધુ ચોકસાઈથી દૂર કરી શકે છે અને રક્તસ્ત્રાવ નિયંત્રિત કરવામાં સહાય મળે છે. પરિણામે સર્જરી વધુ સુરક્ષિત બની શકે છે અને આસપાસના સ્વસ્થ ટીસ્યૂને ઓછું નુકસાન થાય છે. પ્રાણી પર પરીક્ષણ સફળ રહ્યું, હવે ક્લિનિકલ ટ્રાયલની તૈયારી સંશોધક હર્ષિલ રાવલના જણાવ્યા મુજબ, આ હાઇડ્રોજેલમાં એન્ટી-કેન્સર દવા ઉમેરવાની પણ શક્યતા છે. સર્જરી પછી થોડું હાઇડ્રોજેલ ત્યાં રહી શકે છે, જે ધીમે ધીમે દવા છોડીને કેન્સર ફરી થવાની શક્યતા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ ટેકનોલોજીનું પ્રાણી પરનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને હવે તેને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવી રહી છે. જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ ભવિષ્યમાં આ ટેકનોલોજી હોસ્પિટલોમાં કેન્સરની ગાંઠ દૂર કરવાની સર્જરી તેમજ ઘા ભરવાની પ્રક્રિયામાં ઉપયોગી બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાંત હિરેન ચૌહાણે પાલિકાનો ચાર્જ સંભાળ્યો‎:પાટણ પાલિકામાં 99 વર્ષમાં‎ 8મી વાર વહીવટદાર શાસન‎
    Next Article
    ભોજન બનાવા લારીધારકોનો નવો કીમિયો:અંકલેશ્વરમાં રાંધણગેસની અછત વચ્ચે કોલસાની સગડીઓ હવે વિકલ્પ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment