Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરથી સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ:મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવીએ સાયકલની સવારી કરી, 29 નવેમ્બરે દેશભરમાં સન્ડે ઓન સાયકલિંગ

    1 day ago

    દેશના યુવાનો માત્ર કરિયર પ્રત્યે જ નહીં પરંતુ પોતાના સ્વાસ્થ્ય અને રાષ્ટ્ર પ્રત્યે પણ જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે ગાંધીનગરના ઐતિહાસિક દાંડી કુટિર ખાતેથી સન્ડે ઓન સાયકલ અભિયાનના 99મા સંસ્કરણનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી આપી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતે પણ સાયકલ ચલાવીને ગાંધીનગરવાસીઓમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહનો સંચાર કર્યો હતો. 'યુવાનોએ નેશન કોન્શિયસ પણ બનવું પડશે' આગામી સંવિધાન દિવસને સમર્પિત આ વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં એકસાથે 29,000 સ્થળોએ સન્ડે ઓન સાયકલિંગનું આયોજન કરીને બંધારણીય મૂલ્યો અને સ્વાસ્થ્ય જાગૃતિનો અનોખો સંગમ રચવામાં આવ્યો હતો.આ પ્રસંગે યુવાનોને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સાયકલિંગને જીવનશૈલીનો હિસ્સો બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજના યુવાનોએ માત્ર કરિયર કોન્શિયસ બનીને અટકી જવાનું નથી, પરંતુ ફિટનેસ કોન્શિયસ અને નેશન કોન્શિયસ પણ બનવું પડશે. જે રીતે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, તે જ રીતે સાયકલિંગ એ એક સંપૂર્ણ એક્સરસાઈઝ છે. 'આ અભિયાનને 2036ના ઓલિમ્પિક્સની તૈયારીઓનો સંદેશ' સાયકલ ચલાવવી એ માત્ર શારીરિક તંદુરસ્તીનો મંત્ર નથી પરંતુ તે આજના સમયની સૌથી મોટી સમસ્યાઓ એવા પ્રદૂષણ અને ટ્રાફિકનું પણ અસરકારક સમાધાન છે. નાગરિકો સ્વસ્થ રહે તે માટે તેમણે સાયકલિંગને ફેશન અને પેશન બંને બનાવવાની અપીલ કરી હતી. વધુમાં, આ અભિયાનને 2036ના ઓલિમ્પિક્સની તૈયારીઓ અને રમતગમત પ્રત્યેના જુસ્સાના સંદેશ તરીકે પણ તેમણે ગણાવ્યું હતું. '29 નવેમ્બરના રોજ દેશભરમાં સન્ડે ઓન સાયકલિંગ' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પને યાદ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ સમૃદ્ધ બની શકે જ્યારે તેનો સમાજ સ્વસ્થ હોય અને સમાજ ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક ફિટ હશે. આગામી 29 નવેમ્બરના રોજ દેશભરમાં સન્ડે ઓન સાયકલિંગની 100મી એડિશન યોજાવા જઈ રહી છે તેનો ઉલ્લેખ કરતા તેમણે બિંદુ-બિંદુથી સરોવર ભરાય છે તેવી ઉક્તિ સાથે આ નાનકડા પ્રયાસને આજે દેશવ્યાપી ફિટનેસ આંદોલન બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. 'ડ્રગ્સ ફ્રી ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને પ્રેરણા' નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈપણ અભિયાનની શરૂઆત કરવી સરળ છે પરંતુ એક પણ અઠવાડિયું ચૂક્યા વિના 99મી એડિશન સુધી તેને સતત આગળ ધપાવવું એ સાતત્યની શ્રેષ્ઠ મિસાલ છે. વડાપ્રધાનના ફિટ ઈન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય મંત્રી પોતાની દિનચર્યા અને વિભાગના માધ્યમથી યુવાનોને સતત પ્રેરણા આપી રહ્યા છે જે પ્રશંસનીય છે. તેમણે કેન્દ્રીય ખેલ મંત્રીને રમતગમત અને ફિટનેસ ક્ષેત્રે આ જ પ્રકારે માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહેવા અનુરોધ કર્યો હતો. દાંડી કુટિરમાં યોજાયેલા આ ઉત્સાહપૂર્ણ કાર્યક્રમમાં પંજાબ સરકારના શ્રમ મંત્રી તરુણપ્રીત સિંહ સોંદ, ભારત સરકારના શ્રમ સચિવ ચંદ્રભૂષણ કુમાર તેમજ રમતગમત જગતની નામાંકિત હસ્તીઓએ વિશેષ હાજરી આપી હતી. જેમાં ફિટ ઈન્ડિયા એમ્બેસેડર રાકેશ સૈની અને ભીષ્મ મઢાણી, આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ખેલાડી આધ્યા તિવારી, એશિયન ગેમ્સ-2026ના કાંસ્ય ચંદ્રક વિજેતા જય મીણા અને પૂર્વ આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ સહિત મોટી સંખ્યામાં ગાંધીનગરના નગરજનો અને યુવાનો સાયકલ સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મહિલા ફેન પર ઓળઘોળ થયા દિલજીત દોસાંજ:આપી 'લાઈફટાઈમ'ની સૌથી મોટી ગિફ્ટ; કોન્સર્ટમાં કહ્યું- મારા પર પ્રતિબંધો લગાવનારાઓને પણ I Love You!
    Next Article
    જામનગરના રણજીતસાગર રોડ પર સિઝન સ્ટોરમાં આગ લાગી:ફાયર બ્રિગેડે 2 ગાડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી; જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment