Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મહિલા ફેન પર ઓળઘોળ થયા દિલજીત દોસાંજ:આપી 'લાઈફટાઈમ'ની સૌથી મોટી ગિફ્ટ; કોન્સર્ટમાં કહ્યું- મારા પર પ્રતિબંધો લગાવનારાઓને પણ I Love You!

    5 hours ago

    ફેમસ પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ પોતાની 'ઓરા ઇન્ડિયા ટૂર 2026'ને લઈને ચર્ચામાં છે. આ ટૂર હેઠળ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં ઉમટેલી ભીડથી દિલજીત દોસાંજ ઘણા ખુશ છે. તેમણે કોન્સર્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ કોન્સર્ટમાં દિલજીતે પોતાની એક ફેનને શાનદાર ભેટ આપી છે. દિલજીતે ફેનને શું ભેટ આપી? દિલજીત દોસાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેઓ પોતાની એક ફેનને શાનદાર ભેટ આપતા જોવા મળી રહ્યા છે. દિલજીતે ફેનને જે ભેટ આપી છે, તેમાં તે ફેન માટે દિલજીતના જીવનભરના તમામ કોન્સર્ટની ફ્રી ટિકિટો સામેલ છે. દિલજીતે ફેનને આ ભેટ એટલા માટે આપી કારણ કે આ મહિલા તેમના અગાઉના ઘણા કોન્સર્ટમાં પહોંચ્યા હતા. દિલજીતના જણાવ્યા મુજબ, મહિલા ફેન આ વર્ષે તેમના 7 કોન્સર્ટમાં પહોંચ્યા હતા. તેઓ યુરોપ, અમેરિકા, વેમ્બલી અને અમદાવાદના કોન્સર્ટમાં હાજર રહ્યા હતા. કોન્સર્ટમાં કહ્યું- 'કોલ્ડ પ્લેવાળા ગીત ગાય તો પ્રોબ્લમ નથી, હું અહીંયાનો છું' દિલજીતે જણાવ્યું હતું કે, કોલ્ડ પ્લેવાળા અહીં આવીને ગાઈ છે તો કોઈને પ્રોબ્લેમ નથી. દિલજીત ગાય તો પ્રોબ્લમ છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે? કોઈ બહારના કલાકાર આવીને ગાય તો તકલીફ નથી. મને કહે છે તું બહારથી આવ્યો છે. મારો જન્મ તો અહીંયા થયો છે, હોનોલુલુમાં થોડો પેદા થયો છું. આ લોકોને પ્રતિબંધો મારા પર જ લગાવી છે. મારા પર જે પ્રતિબંધો લગાવે છે તેનાથી મને કોઈ તકલીફ નથી. હું તો મજા કરી રહ્યો છું. મારા તરફથી તેમને પણ I Love You. દિલજીતના કોન્સર્ટમાં ભારે ભીડ દિલજીત દોસાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કોન્સર્ટની જે તસવીરો શેર કરી છે, તેમાં જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે ભીડ ઉમટી છે. કોન્સર્ટ દરમિયાન જશ્નનો માહોલ છે. તસવીરોના કેપ્શનમાં દિલજીતે લખ્યું, 'આ જુઓ. ઓરા ઇન્ડિયા ટૂરમાં અમદાવાદમાં ઇતિહાસ રચાઈ ગયો.' કોન્સર્ટમાં કેટલા લોકો આવ્યા? જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંદાજે 85000 દર્શકો ઉમટ્યા હતા. સ્ટેડિયમમાં સપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને મળીને કુલ 90000થી વધુ લોકો હાજર રહ્યા હતા. સુરક્ષા માટે અહીં 2000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની ત્રણ કંપનીઓ, BDDS ટીમો, ક્વિક રિસ્પોન્સ ટીમો, ક્રાઈમ બ્રાન્ચ અને SOGના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. દારુ પરના ગીતોનો વિરોધ કરનારને દિલજીતે જવાબ આપ્યો, 'તું મુજે કબૂલ' ગીત પર ફેન્સને ઘેલા કર્યા 21 નવેમ્બરના અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દેશભરમાંથી ફેન્સ મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. મોદી સ્ટેડિયમમાં ફેન્સને 3 વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવી હતી, પરંતુ દિલજીતનો કોન્સર્ટ 7:30 વાગ્યા આસપાસ શરૂ થયો હતો. જેના કારણે ફેન્સને 4 થી 4:30 કલાક સુધી રાહ જોવી પડી હતી. આ કોન્સર્ટ દરમિયાન દારુ પરના ગીતો ગાવાને લઈને છેડાયેલા વિરોધનો દિલજીત દોસાંજે સ્ટેજ પરથી વિરોધ કરનારાઓને જવાબ આપ્યો હતો. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર… દિલજીતના કોન્સ્ટરમાં ફેન્સની મોજ-મસ્તીની તસવીરો ઓરા ઇન્ડિયા ટૂર વિશે માહિતી જણાવી દઈએ કે દિલજીત દોસાંજે પોતાની 'ઓરા ઇન્ડિયા ટૂર 2026'ની શરૂઆત દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી 30 ઓક્ટોબરના રોજ કરી હતી. ટૂર હેઠળ સિંગરનો આગામી કોન્સર્ટ 27 નવેમ્બરે મુંબઈમાં યોજાશે. આ ટૂર 19 ડિસેમ્બર 2026 સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    Neelam Giri Khesari Lal Yadav Bhojpuri Song: खेसारी लाल यादव ने नीलम गिरी के साथ उड़ाया गर्दा, '4 किलो' गाना हुआ सुपरहिट
    Next Article
    ગાંધીનગરથી સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ:મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવીએ સાયકલની સવારી કરી, 29 નવેમ્બરે દેશભરમાં સન્ડે ઓન સાયકલિંગ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment