Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારોની HTAT પરીક્ષા:સિલેબસમાં ફેરફાર કરાતા મૂશ્કેલી, ઝડપી ભરતી નહીં થાય તો ઉંમરના પ્રશ્નો નડશે

    1 day ago

    ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટે આજે ગુજરાતમાં 50,069 જેટલા ઉમેદવારોની HTAT પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો ઉપરથી સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જેમાં કેટલાક ઉમેદવારો એવા છે કે તેઓએ ત્રણ વર્ષ પહેલાં પણ આ પરીક્ષા આપી હતી પરંતુ સારો સ્કોર મળ્યો ન હતો. હવે પ્રતિ મોડી થાય તો તેઓને ચાન્સ ન મળે. જ્યારે અન્ય મહિલા ઉમેદવારનું કહેવું હતું કે ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય તેવી ઈચ્છા હોવાથી આચાર્ય બનવા માંગુ છું. રાજકોટની ન્યૂ એરા સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, મારું વતન જામનગર જિલ્લાનું જામજોધપુર તાલુકો છે.મેં 2023માં એક્ઝામ આપેલી ત્યારે પણ હું પાસ થઈ ગયેલો છું. પરંતુ વધારે સ્કોર મેળવવા માટે મેં આ વખતે પણ આ એક્ઝામ પાસ કરવાનો ગોલ રાખ્યો છે.હાલ હું સીદસર ખાતે આવેલા વિજયાપુરા વિદ્યાસંકુલમાં નોકરી કરું છું. નોકરી કરવાની સાથે સાથે આ એક્ઝામની પણ તૈયારી કરતો હતો. જેથી કરીને મને સારી સફળતા મળે તો આગળ સરકારી (ગવર્નમેન્ટ) ક્ષેત્રમાં તક મળે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ભરતી થવામાં મોડું થાય, તો જે ત્રણ વર્ષ પહેલા પરીક્ષા પાસ કરેલી હોય તેવા શિક્ષકો/વિદ્યાર્થીઓ માટે ઉંમરનો પ્રશ્ન ઊભો થાય છે. જો ઉંમર વધી જાય તો અમે બાકાત રહી જઈએ છીએ.હું વર્ષ 2005થી સેલ્ફ-ફાઇનાન્સ શાળામાં ભણાવું છું. જો સરકારી શિક્ષક તરીકે પસંદગી થઈ જાય તો તે ખૂબ સારું રહે. જ્યારે અન્ય ઉમેદવાર સોનલ ગઢિયાએ જણાવ્યુ હતુ કે, આજે ટાટ (TAT) હાયર સેકન્ડરીની એક્ઝામ છે અને હું ઘણા દિવસથી તૈયારી કરું છું. હું રોજનું 12 કલાકનું રીડિંગ કરું છું. સવારે 8 થી 9 વાગ્યા સુધી રીડિંગ કરું છું પણ આ વખતે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે બે નિબંધ, બે સંક્ષેપીકરણ, પત્ર લેખન. એના માટે વધારે ટાઈમ નથી મળતો. તો એ પ્રમાણે અમે લખીએ તો માર્કિંગ આપે એ લોકો. પણ એ જે પ્રક્રિયા કરવાની હોય તે લોકોને થોડો વહેલો ટાઈમ આપવો જોઈએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં કોઈ શિક્ષક નથી એટલે જ મારે ટીચર બનવું છે અને આ ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય એ જ મારો ગોલ (ધ્યેય) છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ટર્નશીપ બાદ નોકરી આપવાના બહાને ફિનટેકના વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ:ખોટી કંપની ઊભી કરી રૂ. 60 હજાર પડાવ્યા; આપેલા ચેક પણ બાઉન્સ
    Next Article
    સનાતન ધર્મના મોટા પદ મહામંડલેશ્વરનો સોદો:20 લાખ રોકડા અથવા આશ્રમના નામે જમીન, 3 અખાડા એક્સપોઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment