Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં થાર કારથી આઈ-20ને ટક્કર મારી યુવકની હત્યા:3 આરોપી ઝડપાયા, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    10 hours ago

    જામનગરમાં કાર લે-વેચની જૂની અદાવતમાં યુવકની હત્યા મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 29 સપ્ટેમ્બરે ફરિયાદી શબીર હુશેન હમીરાણીને આરોપી હાજી અયુબ સાથે થાર કાર જોવા બાબતે બોલાચાલી થઈ હતી. આ અદાવતનો બદલો લેવા કાવતરું ઘડાયું હતું. 10 ઓક્ટોબરે શબીર હુશેન આઈ-20 કારમાં ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા. કલ્યાણ ચોક પાસે આરોપીઓએ થાર અને સ્કૂટરથી પીછો કરી ગુલાબનગર રોડ પર થારથી આઈ-20ને ટક્કર મારી હતી, જે બસ સાથે અથડાઈ હતું. અકસ્માતમાં અફઝલ રહીમભાઈ ચાવડાનું ઘટનાસ્થળે મોત થયું, અન્યને ઈજા થઈ હતી. હાજી અયુબ ખફી, ઇમ્તિયાઝ ખફી અને ખલીલ કોરા ફરાર થયા હતા, જેમને પોલીસે ઝડપી લીધા છે. મુખ્ય આરોપી હાજી અયુબ ખફી સામે હત્યાની કોશિશ, ચોરી, રાયોટિંગ, બળાત્કાર સહિત 16થી વધુ ગુના છે. પોલીસે 6.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ગૃહકંકાસથી કંટાળી મહિલાનો આપઘાત:નાગલપરથી પીપરીયા ગામ જતા કોઝ વે પાસે બાઈક પર જતું દંપતિ ખાડામાં પડ્યું, પત્નીનું મોત
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કલ્પતરુ સોસાયટીમાં નવરાત્રિના પહેલા નોરતાની ઉજવણી, E બ્લોક દ્વારા આરતી, પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment