Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં નેશનલ લોક અદાલતને જ્વલંત પ્રતિસાદ:પ્રિલિટીગેશન અને પેન્ડિંગ મળીને કુલ 9,868 કેસોનો સમાધાનથી નિકાલ

    1 day ago

    નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, નવી દિલ્હીના સૂચન અનુસાર મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લામાં નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ. એન. ગડકરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાના વિવિધ ન્યાયાલયો અને સંબંધિત તંત્રના સંકલિત પ્રયાસોથી લોક અદાલતનું આયોજન સફળ રહ્યું હતું. કુલ 9,868 કેસોનો સુખદ નિકાલ લોક અદાલત દરમિયાન સમાધાનપાત્ર પ્રિલિટીગેશનના 8,268 અને વિવિધ અદાલતોમાં પેન્ડિંગ રહેલા 1,600 કેસો સહિત કુલ 9,868 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. સમાધાનના માધ્યમથી મોટી સંખ્યામાં કેસોનો ઝડપી ઉકેલ આવતા પક્ષકારોને સમય અને નાણાં બંનેની નોંધપાત્ર બચત થઈ હતી. વિવિધ પ્રકારના કેસોનો સમાધાનથી ઉકેલ આ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર, બેંક લેણાં, ચેક રિટર્ન, સામાન્ય મારામારીના સમાધાનપાત્ર કેસો, મિલકત સંબંધિત વિવાદો, લગ્ન સંબંધિત કેસો, વીજળી અને પાણીના બિલના વિવાદો, જમીન સંપાદન તેમજ સર્વિસ મેટર જેવા અનેક પ્રકારના કેસોનો પરસ્પર સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવ્યો હતો. લોક અદાલત ઝડપી અને ખર્ચમુક્ત ન્યાયનો અસરકારક માર્ગ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી દ્વારા લોકોને ઝડપી, સરળ અને ખર્ચમુક્ત ન્યાય મળી રહે તે હેતુથી નિયમિત રીતે લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે. લોક અદાલતમાં થયેલો ચુકાદો આખરી ગણાય છે અને તેની સામે અપીલની કોઈ જોગવાઈ નથી. સાથે જ પક્ષકારોને કોઈ વધારાનો આર્થિક ખર્ચ પણ કરવો પડતો નથી, જેના કારણે લોક અદાલત સમાજમાં તકરાર નિવારણનો અસરકારક અને વિશ્વસનીય વિકલ્પ બની રહી છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા મહીસાગર જિલ્લા કોર્ટના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ કે. ટી. ગુરનાની તથા સમગ્ર ટીમે લોક અદાલતને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન આપી સમાધાનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં કેસોનો સત્વરે અને સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ શક્ય બન્યો.
    Click here to Read More
    Previous Article
    ઘરે-ફાર્મ હાઉસમાં સગી દીકરીઓ સાથે અડપલા કરતો પિતા:સાળીની દીકરીઓને પણ ના છોડી, 5 વર્ષ સુધી 4 સગીરાને ભોગ બનાવી; પીડિતાની માતાની ફરિયાદ બાદ અટકાયત
    Next Article
    ગોધરા વોર્ડ 8માં બંધ સ્ટ્રીટ લાઇટો ફરી કાર્યરત:નગરપાલિકા દ્વારા ડિવાઈડર લાઇટના રિપેરિંગની કામગીરી પણ હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment