Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓલ ઈન્ડિયા ફિડે રેપિડ ચેસ ટુર્નામેન્ટ પૂર્ણ:970 ખેલાડીઓ ભાગ લીધો, 7 લાખના ઇનામો અપાયા

    14 hours ago

    ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી 970 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ઇન્ટરનેશનલ માસ્ટર અને ફિડે માસ્ટર જેવા ચેસ ખેલાડીઓ પણ સામેલ હતા. આ રેપિડ ચેસ ટુર્નામેન્ટને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ક્રીડા-ભારતી ગુજરાત પ્રાંત જેવી અગ્રણી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના દ્વિતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરા અને સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ખંડવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસત્રમાં અર્પી શાહ, વિજીલ પૂજારા, મેઘલ શાહ, ડૉ. મેહુલ પૂજારા અને અમદાવાદ ગ્રામ્યના રમતગમત અધિકારી અંકિત ચૌધરી હાજર રહ્યા હતા. સમાપન સત્રમાં દક્ષિણામૂર્તિ સંસ્થાના ટ્રસ્ટી પંકજ દેસાઈ અને કુલસચિવ ડૉ. નીલેશ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં કુલ 115 વિજેતાઓને 7 લાખ રૂપિયાની ઇનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રના 12 વર્ષીય અવિરત ચૌહાણ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. દિલ્હીના 15 વર્ષીય રોશ જૈન બીજા ક્રમાંકે, મહારાષ્ટ્રના 14 વર્ષીય અંશ નંદન નેરુકર ત્રીજા ક્રમાંકે, ગુજરાતના 15 વર્ષીય જ્નલ સૌરિન પટેલ ચોથા ક્રમાંકે અને મહારાષ્ટ્રના 15 વર્ષીય ગાયકવાડ માનસ પાંચમા ક્રમાંકે આવ્યા હતા. પ્રથમ પાંચ વિજેતાઓને ટ્રોફી અને ઇનામી રાશિથી સન્માનિત કરાયા હતા. તમામ સ્પર્ધકોને ઇન્ટરનેશનલ ચેસ કીટ અને ઇ-સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઇન્દિરા નગરમાં શાળાનું લોકાર્પણ:શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત
    Next Article
    દંપતીનો યુવાન પર તલવારથી હુમલો, રોડ પર ઢસડીને મારમાર્યો:ક.પરા રાંદલમાના ચોક પાસે દિવાલમાં ખીલા મારવા મુદ્દે બે પાડોશી વચ્ચે ઝઘડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment