Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્દિરા નગરમાં શાળાનું લોકાર્પણ:શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત

    15 hours ago

    ઇન્દિરા નગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર હમીરજી ગોહિલ શાળા નંબર 56 ખાતે ₹240 લાખના ખર્ચે નિર્મિત આધુનિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી, શાસનાધિકારીઓ, પૂર્વ નગર સેવકો, શિક્ષણ સમિતિના સભ્યો, શાળાની એસએમસી, શિક્ષકગણ, આચાર્યગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મંત્રીઓનું શાળાની બાલિકાઓ અને બેન્ડ દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત “મન કી બાત”ના પ્રસારણથી થઈ, ત્યારબાદ પૂર્વ નગર સેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ મહેમાનોનું સ્વાગત કર્યું. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. ખાસ કરીને, 18 ઓરડાવાળી આધુનિક શાળાનું લોકાર્પણ થયું, જે વિદ્યાર્થીઓને નવીનતમ શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની નાજમીનની રજૂઆત રહી. હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નાજમીને પોતાના શૈક્ષણિક સંઘર્ષ અને અનુભવો મંત્રીઓ સમક્ષ રજૂ કર્યા, જેને સૌએ ભાવુકતા સાથે સાંભળ્યા. બંને મંત્રીઓએ શાળાની લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ અને વર્ગખંડોની મુલાકાત લીધી હતી. તેમણે શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને શાળાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો. અંતે, વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો. શાળાના આચાર્ય ભરતભાઈ પરમાર અને પૂર્વ નગર સેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. શાળાના સ્ટાફના સમર્પણ અને મહેનતથી આ પ્રસંગ યાદગાર બન્યો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના DCP જગદીશ બાંગરવા પરના આક્ષેપો પાયાવિહોણા:યુવકના મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી, ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું સામે આવ્યું
    Next Article
    ઓલ ઈન્ડિયા ફિડે રેપિડ ચેસ ટુર્નામેન્ટ પૂર્ણ:970 ખેલાડીઓ ભાગ લીધો, 7 લાખના ઇનામો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment