Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતીનો યુવાન પર તલવારથી હુમલો, રોડ પર ઢસડીને મારમાર્યો:ક.પરા રાંદલમાના ચોક પાસે દિવાલમાં ખીલા મારવા મુદ્દે બે પાડોશી વચ્ચે ઝઘડો

    12 hours ago

    ભાવનગર શહેરના ક.પરા રાંદલમાના ચોક વિસ્તારમાં દિવાલમાં ખીલા મારવા મુદ્દે પડોશીઓ વચ્ચેનો સામાન્ય વિવાદ હિંસક બની ગયો હતો. જેમાં યુવાન પર તલવાર વડે જીવલેણ હુમલો થયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પડોસમાં રહેતા દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગંગાજળિયા પોલીસે દંપતી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખીલા ઠોકવાથી દિવાલ લાદીને નુકસાન થતું હોવાનો ઠપકો આપ્યો મળતી માહિતી મુજબ, શહેરના ક.પરા રાંદલમાના ચોક પાસે રહેતા સાગર દિનેશભાઈ મકવાણા (ઉ.વ.30)એ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ તેઓ બપોરે ઘરે સુતા હતા ત્યારે તેમની બા ભાવનાબેન ઘરકામ કરતા હતાં, તે દરમિયાન પાડોશી ઈશ્વર જાદવ દિવાલમાં ખીલા ઠોકતા હોવાથી દિવાલની લાદીને નુકસાન થતું હોવા અંગે ભાવનાબેને તેમને ઠપકો આપ્યો હતો. યુવાન ઉપર તલવારથી હુમલો, રોડ પર ઢસડીને મારમાર્યો આ બાબતે ઈશ્વર જાદવ તથા તેની પત્ની જાગુબેન જાદવ ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા, જેમાં સાગર મકવાણાએ સમજાવવા જતા ઈશ્વરે ઘરેથી તલવાર લાવી હુમલો કર્યો હતો. હુમલામાં સાગરને હાથના ભાગે ઇજા પહોંચી હતી, તેમજ ઝપાઝપી દરમિયાન દંપતીએ તેને રોડ પર ઢસડતા ડાબા પગે ઇજા થઈ હતી. બાદમાં કુટુંબીએ આવી તેમને બચાવી લીધા હતા, ત્યારે દંપતીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દંપતી સામે ગુનો નોંધાયો ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગંગાજળિયા પોલીસે ઈશ્વર જાદવ અને જાગુબેન જાદવ બન્ને ક.પરા રાંદલમાના ચોક પાસે, ભાવનગરના રહેવાસીઓ સામે BNS 118(1), 352, 351(3), 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓલ ઈન્ડિયા ફિડે રેપિડ ચેસ ટુર્નામેન્ટ પૂર્ણ:970 ખેલાડીઓ ભાગ લીધો, 7 લાખના ઇનામો અપાયા
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘આઇડિયાથોન-વિકસિત ભારત 2047’ સંપન્ન:વિદ્યાર્થીઓએ ટેકનોલોજીથી સામાજિક સમસ્યાઓના ઉકેલો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment