Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબાવાડીના બેંક મેનેજરને રોકાણ કરાવી ગઠિયાએ 96.50 લાખ પડાવ્યા:શરૂઆતમાં સારું વળતર આપ્યું'તું, મહિને 2.5 ટકા વળતર મેળવવાની લાલચ ભારે પડી

    1 day ago

    અમદાવાદના આંબાવાડીમાં રહેતા બેંક મેનેજરને એક ગઠિયાએ 96.50 લાખનો ચૂનો લગાવ્યો છે. મેનેજરે ગઠિયાને લાખો રૂપિયા રોકાણ માટે આપ્યા હતા જેની સામે દર મહિને 2.5 ટકા વળતર આપવાની વાત થઈ હતી. હથિયાર શરૂઆતમાં નાની રકમ લઈને સારુ વળતર આપ્યું હતું જે બાદ વિશ્વાસ આવતા મેનેજરે 96.50 લાખ આપ્યા હતા જે પૈસા આપ્યા બાદ ગઠિયાએ વળતર ન આપ્યું અને ફોન સ્વીચ ઓફ કરીને નાસી ગયો હતો. જેથી બેંક મેનેજરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 10 લાખના રોકાણ સામે 1.60 લાખનું વળતર આંબાવાડીમાં રહેતા જીતેન્દ્ર શાહ ખાનગી બેંકમાં લીગલ રિકવરીમાં ચીફ મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ 2024માં જીતેન્દ્રભાઈનો સંપર્ક તેમના મિત્રના ફોઈની દીકરીના પતિ રોહન શેઠ સાથે થયો હતો. રોહન શેઠે રોકાણ કરી દર મહિને ચાર ટકા વળતર આપવાનું જણાવ્યું હતું. જીતેન્દ્રભાઈએ શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે રોહને રૂ.1.60 લાખ જેટલું વળતર પરત આપ્યું હતું. જે બાદ જીતેન્દ્રભાઈ નાની નાની રકમનું રોકાણ કરતા હતા જેની સામે રોહન તેમને વળતર આપતો હતો. ફોન સ્વીચ ઓફ, મકાન બંધ ને અંતે ફરિયાદ નોંધાવી રોહન પર વિશ્વાસ કરીને જીતેન્દ્રભાઈએ ટુકડે ટુકડે કુલ રૂ.96.50 લાખ આપ્યા હતા. જે રકમ પર રોહને દર મહિને 2.5% વળતર આપવાનું જણાવ્યું હતું. એપ્રિલ 2026થી રોહને વળતર આપવાનું બંધ કરી દીધું હતું. જીતેન્દ્રભાઈએ રોહનનો સંપર્ક કર્યો હતો તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને ઘરે તપાસ કરતા તેનું મકાન પણ બે મહિનાથી બંધ હતું. જીતેન્દ્રભાઈને જાણવા મળ્યું હતું કે રોહન લોકોને આ રીતે છેતરીને પૈસા પડાવે છેજેથી તેમણે રોહન વિરુદ્ધ 96.50 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટના વકીલને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી:જૂની ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી આરોપીએ વારંવાર કોલ કર્યા, નવઘણજી વિરુદ્ધ બોડકદેવમાં પોલીસ ફરિયાદ
    Next Article
    ઈન્સ્ટાગ્રામ પર બદનામી કરવાના બે ગુના નોંધાયા:રાયપુરની શિક્ષિકાનું નકલી આઈડી બનાવી અન્ય શિક્ષિકાની દીકરી પાસેથી નંબર માંગ્યા, નારોલમાં યુવક-પરિવારના ફોટા મૂકી અપશબ્દો લખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment