Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટના વકીલને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી:જૂની ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી આરોપીએ વારંવાર કોલ કર્યા, નવઘણજી વિરુદ્ધ બોડકદેવમાં પોલીસ ફરિયાદ

    1 day ago

    બોડકદેવ વિસ્તારમાં રહેતા ગુજરાત હાઈકોર્ટના 60 વર્ષીય વકીલને જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આંબલી ગામના નવઘણજી અરજણજી ઠાકોરે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી વારંવાર ફોન કરીને વકીલ અને તેમના પરિવારને ધમકાવ્યા હતા. આ મામલે વકીલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીએ સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી હતી, કેસમાં રાજેશભાઈ સાક્ષી હતા બોડકદેવમાં કદમ્બવિલામાં રહેતા રાજેશભાઈ મુકુંદરાય ચકવાવાલા ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. 21 ઓક્ટોબર, 2026ની રાત્રે તેમના બંગલાના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિષ્ણુજી ઠાકોર પાસે નવઘણજી અરજણજી ઠાકોર દારૂ પીધેલી હાલતમાં હાથમાં ધારિયું લઈને આવ્યો હતો. તેણે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વિષ્ણુજીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાજેશભાઈ સાક્ષી હતા. કેસમાં સાક્ષી હોવાથી ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કર્યું આ ફરિયાદની અદાવત રાખી 23 ઓક્ટોબરે સાંજે સાત વાગ્યે નવઘણજીએ રાજેશભાઈને ફોન કર્યો હતો અને અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. જો ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેમને અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 23, 24 અને 25 ઓક્ટોબરના રોજ પણ અલગ-અલગ બે મોબાઈલ નંબર પરથી વારંવાર ફોન કરી ધમકીઓ આપવામાં આવી હતી. રાજેશભાઈએ નવઘણજી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ચીનમાં પુતિન-જિનપિંગની બેઠક શરૂ:રાત્રે ગાલા ડિનરમાં સામેલ થશે; ટ્રમ્પ પણ આજે APEC સમિટ માટે ચીન પહોંચશે
    Next Article
    આંબાવાડીના બેંક મેનેજરને રોકાણ કરાવી ગઠિયાએ 96.50 લાખ પડાવ્યા:શરૂઆતમાં સારું વળતર આપ્યું'તું, મહિને 2.5 ટકા વળતર મેળવવાની લાલચ ભારે પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment