Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્સ્ટાગ્રામ પર બદનામી કરવાના બે ગુના નોંધાયા:રાયપુરની શિક્ષિકાનું નકલી આઈડી બનાવી અન્ય શિક્ષિકાની દીકરી પાસેથી નંબર માંગ્યા, નારોલમાં યુવક-પરિવારના ફોટા મૂકી અપશબ્દો લખ્યા

    एक दिन पहले

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી લોકોને બદનામ કરવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે શહેરના રાયપુર વિસ્તારમાં રહેતી શિક્ષિકાના ફોટાનો ઉપયોગ કરી ખોટું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવ્યું હતું. નારોલના યુવકના પિતરાઈ ભાઈની પત્નીના ભાઈ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર યુવક અને તેની પત્ની તેમજ કાકીના ફોટા મૂકી અને અપશબ્દો તેમજ અપમાન થાય તેવું લખાણ લખી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. આ મામલે ખાડિયા અને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શિક્ષિકાના નામે ID બનાવી અન્ય શિક્ષિકાના નંબર માંગ્યા શહેરના રાયપુર વિસ્તારમાં 38 વર્ષીય શિક્ષિકા તેના પિતા સાથે રહે છે. કાંકરિયા પાસે એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેઓ ઈન્સ્ટાગ્રામ પર આઈડી ધરાવે છે. મહિલા જ્યારે તેમના સ્કૂલના કામથી વટવા જતા હતા ત્યારે તેમની સાથે નોકરી કરતા અન્ય શિક્ષિકાએ તેમને ફોન કરી અને કહ્યું હતું કે તમે મારી દીકરીના ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી અને મારો મોબાઈલ નંબર કેમ માંગી રહ્યા છો. જેથી મહિલાએ કહ્યું હતું કે હું ઈન્સ્ટાગ્રામ અત્યારે વાપરતી નથી અને મારો નંબર તો તમારી જોડે છે તો હું શા માટે મોબાઈલ નંબર માંગુ. જે આઈડી પરથી મેસેજ આવ્યો તો તેનો સ્ક્રીનશોટ લઈ અને શિક્ષિકાને મોકલ્યો હતો. શિક્ષિકાની ફરિયાદ બાદ તપાસ શરૂ જેમાં પ્રોફાઇલમાં શિક્ષિકાના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલા પોતે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા ન હોવા છતાં પણ તેમના ફોટાનો ઉપયોગ કરી અને સ્કૂલના અન્ય શિક્ષકોને રિક્વેસ્ટ મોકલી તેમની સાથે મેસેજથી વાતચીત કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે શિક્ષિકાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જે બાદ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના નારોલ વિસ્તારમાં 38 વર્ષીય યુવક તેના પરિવાર સાથે રહે છે અને કલરકામનો વ્યવસાય કરે છે. બાળપણમાં જ યુવકના માતા-પિતાનું અવસાન થયું હતું જેથી તેઓ તેમના સગા કાકીના સાથે રહ્યા હતા અને તેમની સાથે જ મોટા થયા હતા. લગ્ન બાદ યુવક તેના કાકીથી અલગ રહેતો હતો. ચાંદલોડિયા વિસ્તારમાં તેના કાકી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. વર્ષ 2021માં યુવકના પિતરાઈ ભાઈના લગ્ન થયા હતા જે બાદ બંને પતિ પત્ની વચ્ચે મનમેળ હતો નહીં જેથી તેઓ અલગ રહેતા હતા. બંને પતિ પત્ની વચ્ચે યુવકના કારણે ઝઘડા થતા હોવાનો શક વહેમ તેમના કાકીના પુત્રવધુના ભાઈ રાખતા હતા. મિલકતમાં ભાગ આપવા માટે પણ કહેતા હતા જો કે આ બાબતે યુવક કોઈ ધ્યાન આપતો ન હતો. ઈન્સ્ટાગ્રામ પરથી ફોટો ન હટાવી બદનામીનું કૃત્ય કર્યું 15 દિવસ પહેલા બે ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં તેમની કાકીની પુત્રવધુ અને તેના ભાઈનું ઈન્સ્ટાગ્રામ આઈડી હતું. જેમાં યુવક તેની પત્ની અને તેમની કાકીના ફોટો મુકવામાં આવ્યા હતા અને અપમાનિત થાય તેવું ખરાબ લખાણ અને અપ શબ્દો લખીએ યુવકનો મોબાઈલ નંબર મૂકવામાં આવ્યો હતો. જેથી આ બાબતે તેમના પિતરાઈ ભાઈની પત્નીના ભાઈને ફોન કરી ફોટા પોસ્ટ કરવા બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે હા મેં જ આ ફોટા પોસ્ટ કર્યા છે અને હજુ પણ ફોટા વાયરલ કરીશ. ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ફોટા હટાવવાનું કહેવા છતાં પણ તેણે ફોટા હટાવ્યા નહોતા. જેથી આ બાબતે તેમના કાકી સાથે પણ વાતચીત કરી હતી છતાં પરિવારને બદનામી થાય તેવું કૃત્ય કર્યું હોવાના પગલે આ મામલે યુવક વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આંબાવાડીના બેંક મેનેજરને રોકાણ કરાવી ગઠિયાએ 96.50 લાખ પડાવ્યા:શરૂઆતમાં સારું વળતર આપ્યું'તું, મહિને 2.5 ટકા વળતર મેળવવાની લાલચ ભારે પડી
    Next Article
    Tenant Who Robbed, Murdered Assam Family Lost Rs 4 Lakh In Online Game: Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment