Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનીને ઠગોએ 96 લાખનો ચૂનો લગાવ્યો:750 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ રૂપિયા ચૂકવ્યા નહીં, સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

    12 hours ago

    અમદાવાદ શહેરના માણેકચોકના એક સોનીને સેટેલાઈટ અને ઇસનપુરના બે ઠગોએ વિશ્વાસમાં લઈને 96 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો છે. આરોપીઓએ 750 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ રૂપિયા ચૂકવ્યા નહોતા. આ અંગે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાર્થ દલવાડીએ મોટી-મોટી વાતો કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો ઇસનપુરના સ્મૃતિ મંદિર નજીક આવેલા આલોક બંગલોમાં રહેતા અમિત સોની માણેકચોકમાં સોના–ચાંદીની દુકાન ચલાવી વેપાર કરે છે. લગભગ છ મહિના પહેલા તેમના ઓળખીતાં રાકેશ સોની, (રહે. ઇસનપુરના સુરભી એપાર્ટમેન્ટ)અમિત સોનીની દુકાને આવ્યા હતા. વાતચીત દરમિયાન રાકેશ સોનીએ અમિત સોનીને જણાવ્યું હતું કે, તેમના ઓળખીતાં પાર્થ હરેણ્દ્રભાઈ દલવાડી, જે સેટેલાઈટ વિસ્તારમાં ઇસરો નજીક વર્ધમાન હિલ ખાતે રહે છે. તેઓ સોના–ચાંદીમાં મોટું રોકાણ કરવા માંગે છે અને તેમની પાસે રૂપિયા છે. ત્યારબાદ રાકેશ સોની અમિત સોનીને પાર્થ દલવાડીના સેટેલાઈટ સ્થિત ઘરે લઈ ગયા હતા, જ્યાં પાર્થ દલવાડીએ મોટી-મોટી વાતો કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. 750 ગ્રામ સોનાનું બિસ્કિટ ખરીદવાની વાત કરી થોડા દિવસ બાદ પાર્થ દલવાડીએ અમિત સોનીને વોટ્સએપ કોલ કરીને સોનાના ભાવ અંગે વાતચીત કરી હતી અને પહેલા 500 ગ્રામ સોનુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેણે 750 ગ્રામ સોનાનો બિસ્કિટ ખરીદવાની વાત કરી અને સોનુ પોતાના ઘરે પહોંચાડવા જણાવ્યું હતું.અમિત સોની સાડા સાત સો ગ્રામ સોનાનો બિસ્કિટ લઈને પાર્થ દલવાડીના ઘરે પહોંચ્યા હતા અને 96 લાખ રૂપિયા માગ્યા હતા.ત્યારે પાર્થ દલવાડીએ તેમને કહ્યું હતું કે માણેકચોકની પીએમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા મળી જશે અને ત્યાંથી લેવા જવા જણાવ્યું હતું પરંતુ, અમિત સોની આંગડિયા પેઢીમાં પહોંચ્યા ત્યારે તેમના નામે કોઈ રૂપિયા આવ્યા નહોતા. ત્યારબાદ પાર્થ દલવાડીએ તેમને બે–ચાર દિવસ સુધી રૂપિયા આપવા બાબતે ધક્કા ખવડાવ્યા હતા. છ મહિનાથી રૂપિયા આપવાના મુદ્દે જુદા-જુદા વાયદા કરી સમય પસાર કરાવ્યો અમિત સોનીએ આ અંગે પોતાના ઓળખીતાં રાકેશ સોની સાથે વાતચીત કરી હતી. રાકેશ સોનીએ પણ પાર્થ દલવાડી સાથે ફોન પર વાત કર્યા બાદ રૂપિયા લેવા માટે મુંબઈ આવવાનું કહ્યું હતું. જોકે રાકેશ સોની મુંબઈ પહોંચ્યા છતાં પાર્થ દલવાડી તેમને મળ્યા નહોતા. છેલ્લા છ મહિનાથી પાર્થ દલવાડી અને રાકેશ સોનીએ રૂપિયા આપવાના મુદ્દે અમિત સોનીને જુદા-જુદા વાયદા કરી સમય પસાર કરાવ્યો હતો. અંતે કંટાળી જઈ અમિત સોનીએ સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના કોલવડા તળાવનો કાયાકલ્પ:30 હજાર ઘનમીટર વધારાના પાણીનો સંગ્રહ થશે, પક્ષીઓ માટે ખાસ નેસ્ટીંગ આયલેન્ડ બનાવાયા
    Next Article
    'મારે કોંગ્રેસનો પટ્ટો પહેરવાનો નથી, જરુર હશે તો સપોર્ટ કરીશ':ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થયા, આપને ગણાવી ભાજપની B ટીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment