Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપળીમાં શિક્ષણમંત્રીએ 96 લાખના રોડનું લોકાર્પણ કર્યું:7 લાખના કિચન શેડનું ખાતમુહૂર્ત, પોષણ ચેમ્પિયન બાળકો અને આશાવર્કર સન્માનિત

    7 hours ago

    કોડિનાર તાલુકાના પીપળી ગામે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. 96 લાખના ખર્ચે બનેલા સી.સી. રોડનું લોકાર્પણ થયું. 7 લાખના ખર્ચે બનનારા મધ્યાહ્ન ભોજન કિચન શેડનું ખાતમુહૂર્ત કરાયું. મંત્રી વાજાએ જણાવ્યું કે, 96 લાખના રોડનું લોકાર્પણ ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓના નવા યુગની શરૂઆત છે. ગામડાઓમાં પાયાની સુવિધાઓ મજબૂત બનવાથી ગ્રામજનોના રોજિંદા જીવનમાં સરળતા આવે છે. 7 લાખના કિચન શેડથી શાળાના વિદ્યાર્થીઓને ભોજન વ્યવસ્થામાં સુવિધા મળશે. આ પ્રસંગે ‘આંગણ ઉત્સવ’ અંતર્ગત 90 દિવસ આંગણવાડીમાં હાજર રહેનાર બાળકોને ‘પોષણ ચેમ્પિયન એવોર્ડ’ અપાયા. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશાવર્કર બહેનોને પણ સન્માનિત કરાઈ. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સ્ટેટ લેવલની મહિલા ક્રિકેટ મેચ:સૌરાષ્ટ્ર-બરોડા વચ્ચે રમાઈ, ધારાસભ્ય જગદીશ મકવાણાએ નિહાળી, રમતપ્રેમીઓમાં ઉત્સાહ
    Next Article
    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી 84.32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:આણંદ LCBએ કન્ટેનર ટ્રકમાંથી 8,592 બોટલ સાથે બેને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment