Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી 84.32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:આણંદ LCBએ કન્ટેનર ટ્રકમાંથી 8,592 બોટલ સાથે બેને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ જાહેર

    8 hours ago

    આણંદમાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન LCBના ASI મહિપાલસિંહ જગદીશસિંહને બાતમી મળી હતી કે, નડિયાદ તરફથી આણંદ તરફ આવી રહેલા સફેદ રંગના ટાટા કન્ટેનર ટ્રક નંબર HR-38-AD-6957માં હોમ એપ્લાયન્સના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. રાવળાપુરા બ્રિજ પાસે શંકાસ્પદ ટ્રક અટકાવી તપાસ બાતમીના આધારે LCBના PSI આર.એમ. ચૌહાણ અને સ્ટાફે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર રાવળાપુરા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકના ચાલકે હોમ એપ્લાયન્સના સામાનની બિલ્ટી રજૂ કરી હતી. જોકે, પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલીને તપાસ કરતાં વન્ડરશેફ કંપનીના સ્ટેનલેસ સ્ટીલ વાસણોના બોક્સની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. 290 પેટીમાં 8,592 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે ટ્રકમાંથી કુલ 290 પેટીમાંથી 8,592 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ.44,58,150 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રૂ.15 લાખની કન્ટેનર ટ્રક, બે મોબાઇલ ફોન અને બિલ્ટી મુજબના રૂ.24,43,350ના અન્ય સામાન સહિત પોલીસે કુલ રૂ.84,32,510નો મુદામાલ જપ્ત કર્યો છે. હરિયાણાના બે આરોપી ઝડપાયા, બે વોન્ટેડ આ કેસમાં પોલીસે હરિયાણાના નુહૂ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા તાલુકાના રહેવાસી 34 વર્ષીય મુખત્યાર હાકમ દરાબ મેઉ અને 29 વર્ષીય રૂકમુદ્દીન સદ્દીક કમલા મેઉને ઝડપી પાડ્યા છે. જ્યારે ઈરફાનખાન જામીલ, રહે. બાવલા, તા. તૌરૂ, જિ. નુહૂ અને સદ્દામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સહિત દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પીપળીમાં શિક્ષણમંત્રીએ 96 લાખના રોડનું લોકાર્પણ કર્યું:7 લાખના કિચન શેડનું ખાતમુહૂર્ત, પોષણ ચેમ્પિયન બાળકો અને આશાવર્કર સન્માનિત
    Next Article
    વેરાવળમાં રવિવારે 6 કલાક વીજકાપ રહેશે:11 KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી 9 વિસ્તારોમાં વીજળી બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment