Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ: અર્ટિગા કારમાંથી રૂ. 96 હજારનો દારૂ ઝડપાયો:સુરતના કાર ચાલક સહિત બેની ધરપકડ, રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ બ્રિજ પાસે નેશનલ હાઈવે 48 પરથી એક અર્ટિગા કારમાંથી રૂ. 96,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતના ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અંકિત કનુભાઈ અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. સુરત તરફ જતી શંકાસ્પદ સફેદ રંગની અર્ટિગા કારને ગુંદલાવ બ્રિજ ઉતરતા છેડે રોકવામાં આવી હતી. તલાશી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 768 બોટલ (138.24 લિટર) વિદેશી દારૂ, જેની કિંમત રૂ. 96,000 છે, તે જપ્ત કર્યો હતો. આ મામલે રાહુલ હિંમતભાઈ ભીલ (ઉં.વ. 26, રહે. કાપોદ્રા, વરાછા રોડ, સુરત, મૂળ અમરેલી) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ઉપરાંત પોલીસે રૂ. 3,00,000ની અર્ટિગા કાર અને રૂ. 10,000ના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, આમ કુલ રૂ. 4,06,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો 'સોનુ' નામના વ્યક્તિએ મંગાવ્યો હતો, જે હાલ વોન્ટેડ છે. વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ASI જયેશ રતિલાલભાઈને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    વીજતારમાં સ્પાર્ક થતા 10 વીઘામાં ઘઉઁ-કલંજીનો પાક બળીને ખાખ, VIDEO:કેશોદના મેસવાણ ગામના ખેડૂતના મોઢે આવેલો કોળિયો છિનવાયો, વીજકંપનીએ બેદરકારી દાખવ્યાનો આક્ષેપ
    Next Article
    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 16 માર્ચે બંધ રહેશે:પ્રક્ષાલન વિધિ માટે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી દર્શન બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment