Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજતારમાં સ્પાર્ક થતા 10 વીઘામાં ઘઉઁ-કલંજીનો પાક બળીને ખાખ, VIDEO:કેશોદના મેસવાણ ગામના ખેડૂતના મોઢે આવેલો કોળિયો છિનવાયો, વીજકંપનીએ બેદરકારી દાખવ્યાનો આક્ષેપ

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં એક ખેડૂતના ખેતર પરથી પસાર થતી 11 કેવી વીજલાઈનમાં સ્પાર્ક થયા બાદ આગ લાગતા 10 વીઘામાં ઉભેલા ઘઉઁ અને કલંજીનો પાક બળીને ખાખ થયો છે. પાક લણણી પર હતો ત્યારે જ આગ લાગતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીજતાર ઢીલા હોવા અંગે વીજકંપનીનું ધ્યાન દોર્યા બાદ પણ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો છે. તાર અથડાયા બાદ સ્પાર્ક થયાને ખેતરમાં આગ ફાટી નીકળી ​આજે બપોરના સમયે અચાનક પવનનો વંટોળ ફૂંકાયો હતો. જોરદાર પવનને કારણે ખેતર ઉપર લટકી રહેલા બે વીજ તાર એકબીજા સાથે જોરથી અથડાયા હતા. આ લાઈનમાં થ્રી-ફેઝ પાવર સપ્લાય ચાલુ હોવાથી તાર ટકરાતાની સાથે જ ભયાનક સ્પાર્કિંગ થયું હતું. આ સ્પાર્કિંગના કારણે અગનજ્વાળાઓ નીચે ઉભા ઘઉંના પાક પર પડી હતી. ખેતરમાં ઘઉંનો પાક સંપૂર્ણ તૈયાર હોવાથી અને સૂકો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હરેશભાઈના 10 વીઘાના ખેતરમાંથી 6 વીઘામાં વાવેલા ઘઉં અને 4 વીઘામાં વાવેલી કલંજીનો પાક આગની લપેટમાં આવી ગયો હતો. પાણી-માટીથી આગ બુઝાવવાના પ્રયાસ કરાયા પણ સફળતા ન મળી ​પોતાની રાત-દિવસની મહેનતને નજર સામે બળતી જોઈ ખેડૂત પરિવાર અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે પાણી અને માટીનો ઉપયોગ કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતા એટલી વધુ હતી કે તૈયાર પાકને બચાવવો અશક્ય બની ગયો હતો. કાપણીના આરે ઉભેલો પાક મિનિટોમાં જ કાળી રાખમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂત હરેશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ જ્યારે વળતરની આશા હતી ત્યારે તંત્રની આળસને કારણે તેમનો લાખોનો પાક નષ્ટ થઈ ગયો છે. વીજકંપનીએ તપાસ હાથ ધરી ​આ ગંભીર મામલે કેશોદ PGVCLના નાયબ ઇજનેર પી. બી. ગરચરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વંટોળ આવતા થાંભલા પરના તાર અથડાયા હતા અને સ્પાર્કિંગ થયું હતું. વીજ કંપની દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. હાલના નીતિ-નિયમો અને ધારાધોરણો મુજબ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી વીમા કંપનીને મોકલી આપવામાં આવશે. ખેડૂતને થયેલા આર્થિક નુકસાનનું વળતર વહેલી તકે મળે તે માટેની જરૂરી કાગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ, કોર્ટે પીડિતાને 1 લાખનું વળતર અપાવ્યું
    Next Article
    વલસાડ: અર્ટિગા કારમાંથી રૂ. 96 હજારનો દારૂ ઝડપાયો:સુરતના કાર ચાલક સહિત બેની ધરપકડ, રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment