Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી અને ધામામાં શક્તિમાતાનો 951મો જન્મોત્સવ ઉજવાયો:ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો દર્શન માટે શક્તિધામ પહોંચ્યા; હવન અને શોભાયાત્રાનું આયોજન કરાયું

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધામા ખાતે કારતક સુદ-11ના રોજ ઝાલાકુળના આદ્યસ્થાપક શક્તિમાતાનો 951મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતભરમાંથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો પાટડી અને ધામાના શક્તિધામમાં દર્શન માટે ઉમટ્યા હતા. પાટડીના શક્તિમાતા મંદિરમાં સવારે 8 વાગ્યે હવન યોજાયા બાદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના લોકોએ જોડાઈને દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. એક રાતમાં 2,300 ગામોમાં તોરણ બાંધવાની ઐતિહાસિક માન્યતા જોડાયેલી છે પાટડી અને ધામાનાં શક્તિ મંદિરો સાથે જોડાયેલી માન્યતા મુજબ, પાટડીના રાજા કરણદેવને બાબરા ભૂતના ત્રાસમાંથી બચાવવા રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ બાબરા ભૂતને વશ કર્યો હતો. રાજા કરણદેવને આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2,300 ગામોમાં તોરણ બાંધ્યાં હતાં, જેમાં પ્રથમ તોરણ પાટડીના ટોડલે અને અંતિમ તોરણ દિગડીયા ગામે સૂર્યોદય પહેલાં બાંધીને તેઓ 2,300 ગામના ધણી કહેવાયા હતા. પાટડીને પ્રાગટ્યભૂમિ અને ધામાને સમાધિસ્થળ માનવામાં આવે છે બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતાં, જેમણે હરપાળદેવ સાથે લગ્ન સમયે શરત રાખી હતી કે લોકો તેમનું અસલ દૈવી સ્વરૂપ જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે. વિક્રમ સંવત 1156માં હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. પાટડીને શક્તિમાતાની પ્રાગટ્યભૂમિ અને ધામાને તેમનું સમાધિસ્થળ માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળના વંશજો માથે તિલક, કેસરી સાફો અને હાથમાં તલવાર સાથે દર્શન કરવા આવે છે. મંદિર અને ટોડલાને શણગારી છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો પાટડીમાં પ્રથમ તોરણ બાંધવામાં આવ્યું હોવાનું કહેવાતું ટોડલું આજે પણ મોજૂદ છે. આ દિવસે શક્તિમાતાનો 949મો સ્થાપના દિવસ પણ ઉજવાયો હતો, જે નિમિત્તે મંદિર અને ટોડલાને ફૂલ તથા તોરણથી શણગારવામાં આવ્યાં હતાં. કાર્યક્રમ અંતર્ગત બપોરે 12 વાગ્યે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને હવનનું આયોજન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં જાતિ-ધર્મના લખાણ પર પ્રતિબંધ:ગિરનાર પરિક્રમામાં ભક્તોનો મહાસાગર; અમરેલી-ભરૂચમાં અકસ્માતથી 7નાં મોત, દાહોદ પ્રવાસમાં CMનો સાદગીભર્યો અંદાજ
    Next Article
    મોંઘવારી અને ભેળસેળના મુદ્દે મોરબી AAPનું કલેક્ટરને આવેદન:ગેસ, પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment