Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં જાતિ-ધર્મના લખાણ પર પ્રતિબંધ:ગિરનાર પરિક્રમામાં ભક્તોનો મહાસાગર; અમરેલી-ભરૂચમાં અકસ્માતથી 7નાં મોત, દાહોદ પ્રવાસમાં CMનો સાદગીભર્યો અંદાજ

    8 hours ago

    ગુજરાતમાં ‘જાતિ-ધર્મનું પ્રદર્શન’ નહીં ચાલે ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ-ધર્મ દર્શાવતા લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધ... ટુ-વ્હીલરથી ટ્રક સુધી લાગુ નવા મોટર વાહન નિયમો, 17 નવેમ્બરે સરકારે સુધારો જાહેર કર્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત પોલીસમાં 3,000 જગ્યા પર ભરતીની જાહેરાત ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 3,000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત... લોકરક્ષકની 2,841 અને ટેકનિકલ કેડરની 158 જગ્યાઓ માટે 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી OJAS પર ઓનલાઈન અરજી કરી શકાશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ દાહોદ પ્રવાસના ત્રીજા દિવસે CM ભૂપેન્દ્ર પટેલે ઠક્કરબાપા સરોવર અને રામનાથ તળાવની મુલાકાત લીધી... ચાંદાવાડામાં આદિવાસીઓ સાથે ખાટલા બેઠક કરી, જ્યારે નગરાળામાં આદિવાસી પરિવારના ઘરે ભોજન લઈ સંવાદ સાધ્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે તડાફડી રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોબાળો... તપાસ રિપોર્ટ જાહેર કરવાની માગ સાથે મહિલા કોર્પોરેટરને પતિ ફોન પર માર્ગદર્શન આપતા હોવાનો મુદ્દો પણ ચર્ચાયો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમા શરુ જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમામાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો... ભારે ભીડને પગલે ઇટવા ગેટ વહેલી સવારે 6 વાગ્યે ખોલી દેવાયો 'જય ગિરનારી'ના નાદ સાથે ભક્તો પરિક્રમામાં જોડાયા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિલજીત દોસાંઝે ફાફડા-જલેબી-ખમણની મજા માણી દિલજીત દોસાંઝે ITC નર્મદામાં ફાફડા-જલેબી, ખમણ અને ઢોકળાનો ગુજરાતી નાસ્તો માણ્યો... 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ, દર્શકોને ફ્રીમાં સફેદ પાઘડી બાંધી અપાશે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં 2 અકસ્માતમાં 7ના મોત, 52 ઘાયલ અમરેલી અને ભરૂચમાં બે અકસ્માતમાં 7નાં મોત, 51 ઘાયલ... અમરેલીમાં ST-બાઈકની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યો અને બસ ડ્રાઈવરનું મોત, જ્યારે ભરૂચમાં જાન લઈને જતી લક્ઝરી-ટેન્કર અથડામણમાં 2નાં મોત આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાખોની નકલી નોટો સાથે બે શખસ ઝડપાયા ઊંઝાના વેપારીને ₹40 લાખની નકલી નોટો પધરાવનાર ગેંગના બે આરોપી અમદાવાદમાં ટ્રેપ ગોઠવી ઝડપાયા... ₹500ની 1,666 નકલી નોટો એટલે કે ₹8.33 લાખનો મુદ્દામાલ કબજે, 5 હજારના કમિશન માટે બંડલ પહોંચાડતા હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં 'વાસ્તુ પૂજન' પ્રસંગે દારૂપાર્ટી સરદારનગરમાં વાસ્તુ પૂજન પ્રસંગે દારૂ પાર્ટીના વીડિયો વાઈરલ... બપોરે ધારાસભ્ય પાયલ કુકરાણી હાજર રહ્યા, રાત્રે મહેમાનોની દારૂ મહેફિલ, પોલીસે તપાસ શરૂ કરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જસદણમાં મકાન-મિલકતના ઝઘડામાં દંપતીની હત્યા જસદણના જંગવડમાં મિલકતના વિવાદમાં સગર્ભા સહિત દંપતીની ધોકા વડે હત્યા... કૌટુંબિક ભાઈના હુમલામાં બે મહિલાઓ પણ ઈજાગ્રસ્ત, આરોપી ઝડપાયો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    દિલજીતના 4 સોંગ સામે ફરિયાદ કરનાર પ્રોફેસર ચંદીગઢથી અમદાવાદ આવ્યા:કહ્યું-કોન્સર્ટમાં 4 ગીતો અને અન્ય બાબતોનું પાલન ન થાય તો ગુજરાત હાઈકોર્ટમાં દિલજીત વિરુદ્ધ અરજી કરશે
    Next Article
    પાટડી અને ધામામાં શક્તિમાતાનો 951મો જન્મોત્સવ ઉજવાયો:ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો દર્શન માટે શક્તિધામ પહોંચ્યા; હવન અને શોભાયાત્રાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment