Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ભરતીમાં 950 જગ્યાઓ માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા:17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે, એકથી વધુ ભરતીમાં અરજી કરનારને એક જ પરીક્ષા કેન્દ્ર

    22 घंटे पहले

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ કેડરની કુલ 950 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા મુજબ PSI (વાયરલેસ)ની 172, ટેકનિકલ ઓપરેટરની 698, PSI (મોટર ટ્રાન્સપોર્ટ)ની 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર (ગ્રેડ-1)ની 45 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી અંગેની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. ઉમેદવારો 17 ઓગસ્ટ, 2026ના બપોરે 2 વાગ્યાથી OJASની વેબસાઇટ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. એકથી વધુ ભરતીમાં અરજી કરનારને એક જ પરીક્ષા કેન્દ્ર PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર (ગ્રેડ-1) બંને ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે બોર્ડે મહત્વની વ્યવસ્થા કરી છે. આવા ઉમેદવારો બંને પરીક્ષા એક જ પરીક્ષા કેન્દ્ર (શાળા) ખાતે આપી શકે તે રીતે આયોજન કરવામાં આવશે. બંને ભરતીમાં અરજી કરનારની યાદી વેબસાઇટ પર મુકાઈ બંને જાહેરાતો હેઠળ ઓનલાઈન અરજીમાં એકસરખી વિગતો ધરાવતા ઉમેદવારોની યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારો પોતાનું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસી શકે છે. જો કોઈ ઉમેદવારે બંને જાહેરાત માટે ઓનલાઈન અરજી કરી હોય, પરંતુ તેનું નામ આ યાદીમાં સામેલ ન હોય, તો તેણે 10 ઓગસ્ટ, 2026ના સાંજે 5 વાગ્યા સુધી ગાંધીનગર, સેક્ટર-9, સરિતા ઉદ્યાનની નજીક આવેલા બંગલા નં. G-12 ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરીમાં અરજીની નકલ સાથે લેખિત રજૂઆત કરવી પડશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરેલી તારીખ અને સમય બાદ અથવા અન્ય કોઈ માધ્યમથી મળેલી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સિંધુને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં 9મી સીડ મળી:સાત્વિક-ચિરાગને પાંચમું સ્થાન મળ્યું; 17 ઑગસ્ટથી નવી દિલ્હીમાં ટુર્નામેન્ટ
    Next Article
    પોલીસે 3 સ્થળે જુગારધામ પર પાડ્યા દરોડા, 27 ઝડપાયા:​પોલીસે વિસાવદર, સી ડિવિઝન અને ચોરવાડમાં દરોડા પાડી મહિલાઓ સહિત 27 જુગારીઓને રૂ. 6.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, ઇન્ફ્યુલેન્સર રોયલ રાજા પણ જપટે ચડ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment