Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંધુને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં 9મી સીડ મળી:સાત્વિક-ચિરાગને પાંચમું સ્થાન મળ્યું; 17 ઑગસ્ટથી નવી દિલ્હીમાં ટુર્નામેન્ટ

    21 hours ago

    2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને મહિલા સિંગલ્સમાં 9મો ક્રમાંક આપવામાં આવ્યો છે. જ્યારે, સ્ટાર મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પાંચમો ક્રમાંક મળ્યો છે. સોમવારે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ માટે ખેલાડીઓની ક્રમાંક સૂચિ જાહેર કરવામાં આવી છે. આ ચેમ્પિયનશીપ નવી દિલ્હીમાં 17થી 23 ઑગસ્ટ સુધી આયોજિત થવાની છે. ચેમ્પિયનશીપ માટે ખેલાડીઓનું ક્વોલિફિકેશન 28 એપ્રિલ 2026ની વર્લ્ડ રેન્કિંગના આધારે થયું હતું, જ્યારે ક્રમાંક 28 જુલાઈ 2026ની રેન્કિંગ મુજબ નક્કી કરવામાં આવ્યો છે. સિંધુએ ગયા મહિને જાપાન ઓપન જીત્યો હતો. જ્યારે સાત્વિક અને ચિરાગ 2022 એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા છે. લક્ષ્યને 14મી, તનીષાને 15મી સીડ ભારત પાસે ચેમ્પિયનશીપની તમામ પાંચ કેટેગરીમાં બે-બે એન્ટ્રીઓ છે. આમાંથી ચાર શ્રેણીઓમાં ઓછામાં ઓછા એક ભારતીય ખેલાડી અથવા જોડીને સીડ મળી છે. સિંધુ અને સાત્વિક-ચિરાગ ઉપરાંત, ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ વિનર લક્ષ્ય સેનને મેન્સ સિંગલ્સમાં 14મી સીડ આપવામાં આવી છે. મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનીષા ક્રાસ્ટોની જોડીને 15મી સીડ મળી છે. ટોપ સીડ ખેલાડીઓની સ્થિતિ મેન્સ સિંગલ્સમાં ચીનના વર્લ્ડ ચેમ્પિયન શી યુકી અને વુમન્સ સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની સ્ટાર એન સે યંગ ટોપ સીડ છે. મહિલા સિંગલ્સમાં જાપાનની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચીને બીજી સીડ મળી છે, જ્યારે ચીનની વાંગ ઝી યી અને ચેન યુફેઈ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. મેન્લ ડબલ્સમાં દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સિયો સેઉંગ જે ટોપ પર છે. વુમન્સ ડબલ્સમાં ચીનની લિયુ શેંગ શુ અને ટેન નિંગને પ્રથમ સીડ મળી છે. મિક્સ્ડ ડબલ્સમાં ચીનના જ ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગ પિંગ ટોપ સીડ છે. 2 દિવસ પછી ડ્રો જાહેર થશે ચેમ્પિયનશીપ માટેનો ડ્રો બુધવારે દિલ્હીમાં કાઢવામાં આવશે. જો ડ્રો પહેલા કોઈ સીડ પ્રાપ્ત ખેલાડી પોતાનું નામ પાછું ખેંચે છે, તો અંતિમ સીડ લિસ્ટમાં ફેરફાર થઈ શકે છે. આ ટુર્નામેન્ટ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    अगले साल दौड़ेगी भारत की पहली बुलेट ट्रेन, वडोदरा स्टेशन की तस्वीरें आईं सामने, जानिए कब शुरू होगा कौन-सा रूट
    Next Article
    પોલીસ ભરતીમાં 950 જગ્યાઓ માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા:17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે, એકથી વધુ ભરતીમાં અરજી કરનારને એક જ પરીક્ષા કેન્દ્ર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment