Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 3 સ્થળે જુગારધામ પર પાડ્યા દરોડા, 27 ઝડપાયા:​પોલીસે વિસાવદર, સી ડિવિઝન અને ચોરવાડમાં દરોડા પાડી મહિલાઓ સહિત 27 જુગારીઓને રૂ. 6.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, ઇન્ફ્યુલેન્સર રોયલ રાજા પણ જપટે ચડ્યો.

    23 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે જુગારધામ પર પોલીસની કડક કાર્યવાહી જૂનાગઢ જિલ્લામાં પોલીસે ગેરકાયદે ચાલતા જુગારધામ પર કડક કાર્યવાહી કરીને વિસાવદર, જૂનાગઢ સીટી અને ચોરવાડ વિસ્તારમાંથી જુગાર રમતા સ્ત્રી-પુરુષો મળીને કુલ 27 જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સાથે પકડી પાડ્યા છે. દરોડા દરમિયાન 6 આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​વિસાવદર પોલીસની ટીમે નવી ચાવંડ ગામ નજીક રામનાથ હોટલ પાછળ આવેલી વાડીના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં જયવંત ઉર્ફે જયુ જયરાજ ખુમાણ અને તેનો ભાણેજ ક્રિષ્ના બચુ વીંછીયા બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતા હતા. પોલીસે સ્થળ પરથી 17 જુગારીઓને રમી રહેલી હાલતમાં ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હરેશ ઉર્ફે હરસુખ ધાધલ, વનરાજ ઉર્ફે શિકારી ખુમાણ, વિજય ચાંક, અજયભારથી બાવાજી, ભૂપત ધાધલ, પ્રકાશ સાગઠીયા, હરજી રાઠોડ, અરવિંદ રાઠોડ, સાજિદ કાળવાતર, ભૂપેન્દ્ર મકવાણા, સરફરાજ કુરેશી, વિશાળ ઉર્ફે લાલો લગધીર, મયુર ખૂંટ, પ્રભુદાસ કમાણી, ધીરજ ચુડાસમા, જય મશરૂ અને વિક્રમ ચાવડાનો સમાવેશ થાય છે. જ્યારે અખાડો ચલાવનાર ક્રિષ્ના વીંછીયા મળી આવ્યો નહોતો. પોલીસે અહીંથી રોકડા રૂ. 1,23,920, રૂ. 1,35,000 ની કિંમતના 16 મોબાઈલ ફોન અને રૂ. 2,70,000 ની કિંમતના 3 વાહનો મળીને કુલ રૂ. 5,28,920 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ​બીજી તરફ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સી ડિવિઝન વિસ્તારમાં પીટીસી ગ્રાઉન્ડ પાછળ રાયકાનગરની વ્રજવિહાર સોસાયટીમાં રહેતી વાલીબેન ઉર્ફે જીવણાબેન સામત હુણના ઘરે દરોડો પાડ્યો હતો. વાલીબેન પોતાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવીને નાલના પૈસા ઉઘરાવી જુગારધામ ચલાવતી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતી 7 મહિલાઓ હર્ષદાબેન ઉર્ફે હીનાબેન પટેલ, ચંદ્રીકાબેન ઉર્ફે ચેતનાબેન મશરૂ, હિરલબેન પટેલ, સીમાબેન પટેલ, ઇન્દુબેન કીરપરા, ભાવનાબેન પટેલ અને પૂજાબેન ઓડેદરાને પકડી પાડી હતી. મકાન માલિક વાલીબેન હુણ હાજર મળી આવી નહોતી. પોલીસે આ સ્થળેથી રોકડા રૂ. 38,525 અને ગંજીપત્તાના પાના કબ્જે કર્યા હતા. ​ચોરવાડના ભોલર સીમમાં ખુલ્લામાં ચાલતો જુગાર પકડાયો ચોરવાડ પોલીસ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ભોલર સીમ વિસ્તારમાં નાળિયેરીના બગીચા તરફ જતા જાહેર રસ્તા પર દરોડો પાડીને ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા, મહમદ હુશેન ઘમેરીયા અને હુશેન સોઢાને પકડી પાડ્યા હતા. પોલીસની ગાડી જોઈને ભરત વંશ, ઝાકીર શેખ, અફજલ સુમરા અને અયાન ભાગી ગયા હતા. પોલીસે આ સ્થળેથી રોકડા રૂ. 52,410, રૂ. 60,000 ની કિંમતના 3 મોબાઈલ ફોન અને ગંજીપત્તા મળીને કુલ રૂ. 1,12,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડીને કુલ રૂ. 6,79,855 નો મુદ્દામાલ કબ્જે કરીને ફરાર આરોપીઓને પકડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ભરતીમાં 950 જગ્યાઓ માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા:17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે, એકથી વધુ ભરતીમાં અરજી કરનારને એક જ પરીક્ષા કેન્દ્ર
    Next Article
    ગોધરાના વિજોરા ગામે શિવશક્તિ મંદિરમાં ચોરી:શિવલિંગ પર ચઢાવેલા પટ્ટા સહિત ₹2 લાખના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલની ચોરી, CCTVનું સેટઅપ બોક્સ પણ ચોર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment