Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 95 ખાદ્ય પેઢીઓની તપાસ, 15 કિલો ખોરાકનો નાશ:લાઇસન્સ વિના ધંધો કરતી 8 પેઢીઓને નોટિસ, બળેલું તેલ અને વાસી સામગ્રી ફેંકાવી

    2 days ago

    મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દિવાળી પહેલાં શહેરની ૯૫ ખાદ્ય પેઢીઓમાં તપાસ કરી. લાઇસન્સ વિના ધંધો, બળેલું તેલ, વાસી અને એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી તથા સ્વચ્છતાના અભાવ બદલ કાર્યવાહી કરાઈરવાપર રોડ, શનાળા રોડ, રવાપર ચોકડી, ઉમિયા સર્કલ, GIDC, નગર દરવાજા, સમાકાંઠા, પંચાસર રોડ અને ડી-માર્ટ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ થઈ. લાઇસન્સ ન ધરાવતી ૮ પેઢીઓને નોટિસ અપાઈ અને આશરે ૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. ૨૦ પેઢીઓમાં TPC મશીનથી તેલની તપાસ કરાઈ. પિઝા પાઈ અને બર્ગર મોલના તેલમાં TPC ૨૫થી વધુ હોવાનું સામે આવ્યું. આશરે ૭ કિલો બળેલા તેલનો નાશ કરાવી નોટિસ અપાઈ.તપાસ દરમિયાન રવાપર રોડની ગુરુજી ફાસ્ટ ફૂડમાંથી વાસી મન્ચુરિયન ગ્રેવી, પિઝા પાઈમાંથી ૩૦૦ ગ્રામ વાસી પાસ્તા અને ધ લવ ઓફ વફલમાંથી ૫૦૦ ગ્રામ એક્સપાયરી ડેટવાળા ચોકો ચિપ્સનો નાશ કરાયો. અવધ સ્વીટમાંથી એક્સપાયરી ડેટવાળા ચવાણાં અને ચોરાફળીના પેકેટ પણ ફેંકી દેવાયા. અવધ સ્વીટ, પટેલ સ્વીટ એન્ડ નમકીન તથા ભોલેબાબા ડેરી ફાર્મને ગંદકી અને કારીગરોની વ્યક્તિગત સ્વચ્છતાના અભાવ બદલ નોટિસ અપાઈ.પંચાસર રોડ અને સમાકાંઠાના જય અંબે વોટર, પવિત્ર વોટર, સ્પીડ વોટર, શ્રી ગણેશ વોટર અને શિવ ગંગા વોટરના નમૂનાઓની તપાસ કરાઈ. પાંચેય પ્લાન્ટના પાણીના રિપોર્ટ યોગ્ય આવ્યા.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પર્વે ગોધરામાં કારના બુકિંગમાં વધારો નોંધાયો:વાહનોના પુરવઠા સામે અછત સર્જાતાં ડિલિવરીમાં વિલંબ;1,500થી વધુ બુકિંગ સામે 700 ડિલિવરી
    Next Article
    દિવાળી પર્વના બે દિવસ પહેલા લોકોએ વતનની વાટ પકડી:ગીતા મંદિર એસટી સ્ટેન્ડ-કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ, સ્કૂલ-કોલેજોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ પણ ગામડે રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment